- ગોંડલના ગણેશ જાડેજાની મુશ્કેલીમાં દિવસે વધારો થઈ રહ્યો છે
- ફરિયાદીના પિતા રાજુ સોલંકી દ્વારા પરિવારજનો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચિમકી
- ફરિયાદીના પિતાએ કલેકટર કચેરીમાંથી મેળવ્યું ફોર્મ
તારીખ 30 મેના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમના 10 જેટલા સાથીદારે જૂનાગઢ એનએસયુઆઈ શહેર પ્રમુખ અને અનુસુચિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી તેનો વિડીયો બનાવી અત્યારની કોશિશ કરી હોવાની ફરિયાદ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
કલેકટર કચેરીથી ધર્મ પરિવર્તનનું લીધુ ફોર્મ
ગણેશ જાડેજા સહિત 10 આરોપીઓની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી.પરંતુ ફરિયાદી સંજય સોલંકીના પિતા અને અનુસુચિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી દ્વારા ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા સમયે કલમ 120 બી હેઠળ ગુનો દાખલ કરી તેની પણ ધરપકડ કરવામાં આવે અને ગીતાબા ઝાડેજા નું રાજીનામું લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે રાજુ સોલંકી દ્વારા કલેક્ટર કચેરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું ફોર્મ પણ લેવામાં આવ્યું છે.

મુસ્લિમ સમાજે કર્યો વિરોધ
બીજી તરફ મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ પઠાણ દ્વારા રાજુ સોલંકીના નિવેદન ઉપર વિરોધ દર્શાવ્યો છે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા બાબતને લઈને હાલ જૂનાગઢમાં વિવાદ ઉભો થયો છે રાજુ સોલંકી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ઈમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે દરેકે પોતાના ધર્મનું માન સન્માન ગર્વ હોય જ છે મુસ્લિમ ધર્મના લોકોને પણ આ ગર્વ છે જ જે ઘટના બની છે તે રાજુભાઈ સોલંકી જયરાજસિંહ જાડેજા વચ્ચેની બાબત છે તેમાં ક્યાંય પણ ઇસ્લામ ધર્મ વચ્ચે આવતો નથી ત્યારે રાજુભાઈ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે તેને લઈને તેને ખુલાસો કરવો જોઈએ.
વિવાદ વકર્યો
આમ હાલ તો ગણેશ જાડેજા ના કેસની સાથે સાથે રાજુ સોલંકી ધર્મ પરિવર્તન કરી અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તે વાતને લઈને પણ ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ દ્વારા આપેલા નિવેદન બાદ હાલ આ વિવાદ વકર્યો છે.