- કોગ્રેસ અસ્તિત્વ બચાવી રાખવા લડી રહી છે મજબૂત જંગ
- મોદી લહેર સામે કોગ્રેસનો પંજો કામ કરશે કે નહી તે ચૂંટણીમાં દેખાશે
- કોગ્રેસે ઉમેદવારોને લઈ મજબૂત પસંદગી કરી છે
2024 લોકસભાની ચૂંટણી દિવસેને દિવસે વધુ રસપ્રદ થઈ રહી છે. તેવામાં કોંગ્રેસ પણ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.ત્યારે 2024 લોકસભાની ચૂંટણીમાં કાઠુ કાઢવા માટે ઉમેદવારોની પસંદગી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.કોંગ્રેસ માટે કેમ આ ચૂંટણી ખાસ અને કોણ આ ચૂંટણીમાં ખાસ ધ્યાન આપી રહ્યુ છે,તેને લઈ સૌ લોકો જાણે છે કોગ્રેસની સ્થિતિ.
કપરા સમયમાં કોગ્રેસ
24 વર્ષના લાંબા સમય બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે ગાંધી પરિવાર બહારના નેતાની પસંદગી કોંગ્રેસના કપરા સમયમાં કરવામાં આવી છે.તેવામાં કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી મોટા ચેલેન્જ સમાન છે.ન માત્ર ખડગે પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી માટે પણ આ ચૂંટણી મોટા ચેલેન્જ સમાન છે.એટલે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ 2024 લોકસભાની સાથે જોડાયેલી નાનામાં નાની વાતોમાં પણ રસ લઈ રહ્યા છે.2024 લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી ધ્યાન આપી રહ્યા છે અને આ જ કારણથી ચારે તરફ એક જ ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસે આ વખતે મોટાભાગની બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે.
સિનિયર નેતાઓને ટિકીટ અપાઈ
2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના સિનિયર નેતાઓને ચૂંટણી લડાવવાની તૈયારી કરી હતી અને આ જ રણનિતીના ભાગરૂપે ગુજરાતમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં જાહેર કરેલા 17 ઉમેદવારોમાંથી 12 ઉમેદવારો પૂર્વ ધારાસભ્ય અથવા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.ઉમેદવારો પસંદ કરવામાં સોનિયા ગાંધીનોં મહત્વનો ફાળો હોવાનું માનવામાં આવે છે કારણકે અત્યાર સુધીમાં કોંગ્રેસની 4 CEC ની બેઠકમાંથી 3 બેઠકમાં સોનિયા ગાંધી હાજર રહ્યા હતા અને રાહુલ ગાંધી આ બેઠકમાં નહોતા સામેલ થયા.જેનુ એક કારણ એ પણ હોઈ શકે કે સોનિયા ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષા તરીકે 22 વર્ષનો અનુભવ છે.અને આવા અનુભવી ઉમેદવારોને ટિકીટ આપવામાં તેમણે અંગત રસ દાખવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
કોગ્રેસ અનુભવથી લડશે ચૂંટણી
2004 અને 2009માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવેલી ચૂંટણીમાં વિપરિત પરિસ્થિતિમાં પણ કોંગ્રેસે હકારાત્મક પરિણામ મેળવ્યુ હતુ ત્યારે હવે 2024માં વિપરિત પરિસ્થિતિ વચ્ચે ફરી એકવાર કોંગ્રેસ તેમના સિનિયર નેતા સોનિયા ગાંધીના અનુભવની તાકાતથી ચૂંટણી લડવા જઈ રહ્યુ છે.