- શિકારની શોધમાં આવેલ સિંહોની લટાર CCTVમાં થયા કેદ
- ગિરનાર દક્ષિણ રેંન્જનાં સીબીએફ ગ્રુપનાં સિંહો હોવાનું અનુમાન
- વનવિસ્તારમાં ઠંડી વધતાં રહેણાંક વિસ્તાર તરફ વળે છે સિંહો
જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારની સોસાયટીમાં બે સિંહોની લટાર CCTV કેમેરામાં કેદ થવા પામી છે. રહેણાક વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી પહોંચતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગિરનાર દક્ષિણ રેંન્જનાં સીબીએફ ગ્રુપનાં બે સિંહોએ પશુનું મારણ કર્યું.
ગાંધીગ્રામ વિસ્તારની સીંધી સોસાયટીમાં બે સિંહો શિકારની શોધમાં આવી પહોંચતાં પાંચ મિનિટ સુધી લટાર મારી હોવાની સમગ્ર ઘટનાં CCTV કેમેરામાં કેદ થવા પામી છે. આ વિસ્તારની નજીક જ ગિરનાર અભિયારણ જંગલ વિસ્તાર આવેલો હોવાથી અનેક વખત સિંહો શહેરમાં લટાર મારવા પહોંચી જતાં હોય છે.

મુખ્યત્વે હાલ શિયાળાની ઋુતુ શરૂ હોવાને લીધે જંગલ વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ વધતાં સિહો જંગલ છોડીને શહેર તરફ આવી પહોંચતાં હોય છે. ત્યારે ગિરનાર દક્ષિણ રેંન્જનાં સીબીએફ ગ્રુપનાં બે સિંહો હોવાનું હાલ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ બન્ને સિંહ આ વિસ્તારની સોસાયટીમાં લટાર માર્યાં બાદ પશુનું મારણ કર્યું હતું. તેમજ સિંહોએ મારણ કર્યાં બાદ મીજબાન માણ્યા વિના જ જંગલ વિસ્તાર તરફ જતાં રહ્યાં હતા.
આમ, જૂનાગઢ શહેરમાં જાણે વન્ય પ્રાણીનોની અવર-જવર સામાન્ય રીતે અવાર-નવાર બનતી હોવાનું હાલ લાગી રહ્યું છે. કારણે કે થોડા દિવસો પહેલા જ શહેરમાં બે વખત ડિપડાનાં આવી પહોચ્યાં હતા. તેનાં દ્વારા માનવને ઈંજા પણ પહોંચી હોવાની ઘટનાં બનવા પામી હતી. ત્યારે દિપડાઓ માનવ પર હુમલો કરતાં હોય છે. પરંતુ સિંહો માનવ પર હુમલો કરતાં નથી તેમજ ભૂતકાળમાં પણ ક્યારેય શહેરમાં સિંહોએ માનવ પર હુમલો કર્યો હોવાની ઘટનાં શહેરમાં બનવા પામી નથી. ત્યારે વન્ય પ્રાણીનાં આટાફેરાને લીધે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જેની સામે જૂનાગઢ વન વિભાગે ફરી દિપડા આવી ન પહોંચે અને માનવ જીંદગી જોખમમાં ન મૂકાય તે બાબતે જરૂરી પગલા લેવા હાલ જરૂરી બન્યાં છે.









