• પાટણ, મહેસાણા, મોરબી તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા

  • મહેસાણા અને કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
  • જિલ્લા પંચાયતના ચુંટાયેલા સદસ્યોનો બે દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો

વઢીયાર પંથકના જૈન યાત્રાધામ શંખેશ્વર ખાતે ભાજપના ચાર જિલ્લા પંચાયતના ચુંટાયેલા સદસ્યોનો બે દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં પાટણ, મોરબી, મહેસાણા અને કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તા.29મી જુલાઈએ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો અને તા. 30મી જુલાઈ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ હવાઈ માર્ગે શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ગુરૂ લક્ષ્મણધ્યાન કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને મા પદ્માવતીના દર્શન કરી પ. પૂ. જૈનાચાર્ય લેખેન્દ્રશેખર સૂરીશ્વરજીના મ.સા.ના આશિર્વાદ લઈને સભા ખંડમાં ચાર જિલ્લા પંચાયતના સદસ્યોને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ અને જણાવ્યું હતુ કે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગરીબલક્ષી યોજનાઓના લાભો ગરીબો સુધી પહોંચે તેવી વ્યવસ્થા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કરેલી છે. ત્યારે જે ખરેખર હકદાર છે તેવા લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફ્થી મળતી તમામ યોજનાઓના લાભોથી કોઈપણ લાભાર્થી વંચીત ના રહે તે જોવાનું કહ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક કે. સી. પટેલ, પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના વક્તાઓ દ્વારા ચારેય જિલ્લા પંચાયતમાં ભાજપમાંથી ચૂંટાયેલા સદસ્યોને માર્ગદર્શન આપ્યુ હતુ. જ્યારે પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક કે. સી. પટેલે જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટી દ્વાર આવા પ્રશિક્ષણ વર્ગો આખા દેશમાં શરૂ કરવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયતોના ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યું છે જ્યારે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રવચન અને કાર્યક્રમનુ સમાપન કર્યું હતું.


  • Follow us on: