• વડોદરામાં સિદ્ધાર્થ બંગલા પાસેની દિવાલ ધરાશાયી
  • ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીની સુરક્ષા વોલ તૂટી
  • વાહન ચાલક નદીમાં ન પડે તે માટે લગાવાયા બેરીકેડ

વડોદરામાં આવેલ સિદ્ધાર્થ બંગલોમાં મગર ન ઘુસે તે માટે બનાવેલી દિવાલ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી હતી,10 વર્ષ પહેલા કોર્પોરેશન દ્રારા આ સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી,ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે,આ દિવાલ ધરાશાયી થઈ છે તો જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરો.નદી ઉપર બનાવેલ સુરક્ષા દિવાલ ધરાસાઈ થતાં આસપાસ મુકાયા બેરીકેડ.

રોડને કરાયો કોર્ડન

દિવાલ ધરાશાયી થતા તંત્ર દોડતું થયું હતુ,સાથે સાથે કોઈ વાહન ચાલક નદીમાં ના પડે તે માટે તંત્ર દ્વારા મુકાયા સુરક્ષાના હેતુસર બેરીકેડ.તો વિશ્વામિત્રી નદી પાસે આવેલા સિદ્ધાર્થ બંગલોમાં મગરના ઘુસી જાય તે માટે બનાવવામાં આવી હતી નદી ઉપર સુરક્ષા દિવાલ.તંત્રની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું તો તંત્રનું કહેવું છે કે સ્થાનિકોને તકલીફ ના પડે તે માટે ટૂંક સમયમાં દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.


વડોદરા શહેરમાં પાણીથી પૂર બાદ બેઠક

વડોદરા શહેરમાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.આજે સાંસદ હેમાંગ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે.રવિવારની રજા હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં બેઠક યોજાઈ હતી જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણી અંગે તેમજ તળાવના ઇન્ટરલિંકઅપ મામલે બેઠકમાં ચર્ચા થઈ હતી,ચોમાસા બાદ જરૂર પડે તો સરકાર પાસેથી માર્ગદર્શન લેશે અને ત્યારબાદ પૂરગ્રસ્ત લોકોને સહાય પણ આપી શકાય છે.બેઠકમાં વિધાનસભાના મુખ્ય દંડક, 3 ધારાસભ્ય રહ્યા હાજર.

તંત્રના પેટનું પાણી હલતું નથી : કોર્પોરેટર સ્નેહલ પટેલ

વડોદરામાં પૂર આવ્યાને 24 કલાક વિતી ગયા વરસાદ પણ બંધ થઈ ગયો તેમ છત્તા વડોદરાના દક્ષિણ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં હજી પણ વરસાદી પાણી ઉતર્યા નથી,જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે,ભાજપના સ્થાનિક કોર્પોરેટરનો તંત્ર સામે આક્ષેપ છે કે,અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા તંત્રના પેટનું પાણી હલતું નથી.પાણી ભરાવાની સાથે જ સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલ સોસાયટીમાં પહોંચ્યા હતા અને લોકોની વ્યથા સાંભળી હતી,કોર્પોરેટર ખુદ તેમના મોઢે કહી રહ્યાં છે કે,તંત્ર તેમની વાત ગણકારતું નથી.આદિત્ય હાઈટ્સ, આદિત્ય વિલા,આદિત્ય પેરેડાઇઝ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે સામન્ય વરસાદમાં પણ અહીયા પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે.

  • Follow us on: