વડોદરાના કરજણમાં ભાણીયાએ મામાને છેતર્યા હોવાની વાત સામે આવી છે કેનેડામાં વર્ક પરમિટ અપાવાના બહાને ભાણાએ મામાનું કરી નાખ્યું છે,જેમાં 2 કરોડ 77 લાખ પડાવી એજન્ટ ફરાર થઈ ગયો છે,કંડારી ગામના દર્શન પટેલ સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.ત્યારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


[[$googlead]]

વિદેશમાં વર્કપરમીટના નામે કરી છેતરપિંડી

વિદેશ જવાનો ક્રેઈઝ દિવસેને દિવસે વધતો જાય છે અને લોકો વર્ક પરમિટના નામે છેતરાઈ પણ જતા હોય છે,ત્યારે ભાણાએ મામા પાસે વર્ક પરમિટના નામે 2 કરોડ 77 લાખ પડાવી લીધા હોવાની વાત સામે આવી છે અને ખોટી વર્ક પરમિટ મામાને આપી દેવામા આવી હતી તો મામાને આ વાતની જણ થતા પોલીસના દ્રાર ખખાડવા પહોંચ્યા હતા અને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો પણ બનાવી દીધી છે.

[[$alsoread]]

થાઈલેન્ડમાં વર્ક પરમીટના નામે વડોદરામાં છેતરપિંડી

ઈલેન્ડમાં વર્ક પરમીટ અપાવવાના નામે વડોદરાના એક દંપતિ સાથે છેતરપિંડી કરનાર એજન્ટને પોલીસે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે.ડભોઇના સાઠોદ ગામે રહેતા યોગેશભાઈ બારોટે જુન 2022 માં થાઈલેન્ડ જવા માટે સયાજીગંજના ફિનિક્સ કોમ્પલેક્ષસમાં લાઈવ ઈમિગ્રેશન નામની ઓફિસ ધરાવતો શૈલેષ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. શૈલેષે તેના ભાગીદારો વિવેકકુમાર શાહનો અમદાવાદમાં સંપર્ક કરાવતા યોગેશભાઈ અને તેમના પત્નીએ થાઈલેન્ડ જવા માટે રૂ.3.60 લાખ ચૂકવ્યા હતા. 

  • Follow us on: