• ફાયર બ્રિગેડ દ્વારા સિલીંગ કામગીરી યથાવત
  • રાજકોટ દુર્ઘટના બાદ એક્શનમાં આવ્યું હતું ફાયર બ્રિગેડ
  • પાદરામાં ફાયર સેફ્ટી NOCના લેતા કરાઈ કાર્યવાહી

વડોદરા ફાયર બ્રિગ્રેડ દ્રારા પાદરામાં આવેલ વૃંદા ગેસ્ટ હાઉસ, ગ્રાન્ડ ગેસ્ટ હાઉસ,જલારામ ખિચડી,વલ્લભ રેસ્ટોરન્ટને સિલ કરવામાં આવી છે.ફાયર બ્રિગેડની કામગીરીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે તો વેપારીઓના ધંધા પર માઠી અસર જોવા મળી છે.પાદરામાં નોટિસ આપ્યા બાદ પણ ફાયર એનઓસી નહીં લેતા હાથધરી છે કાર્યવાહી.

ટયુશન કલાસને નોટીસ ફટકારી

રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ મિલકતોને નોટિસ આપીને સિલ કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગે પાદરાના 2 ગેસ્ટ ગેસ્ટ હાઉસ અને બે હોટલને સીલ કરી હતી અને એક ટ્યૂશન ક્લાસને નોટિસ ફટકારી હતી.વડોદરા ફાયર વિભાગ દ્વારા શહેરમાં અનેક મિલકતો સીલ કરવામાં આવી છે અને કેટલાય લોકોને નોટિસ આપવામાં આવી છે.


ફાયર વિભાગની કામગીરી યથાવત

આ કામગીરીમાં પાદરામાં આવેલી વલ્લભ રેસ્ટોરન્ટઅને જલારામ ખીચડી હોટલને સિલ કરી હતી, જ્યારે હોટલ વૃંદાવન ગેસ્ટ હાઉસ અને ગ્રાન્ટ ગેસ્ટ હાઉસને સિલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વસ્તિક ઇન્ફોટેકને નોટિસ આપી હતી.ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ વિભાગ તમામ કોમર્શિયલ બિલ્ડિંગો, હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ટ્યુશન ક્લાસીસની તપાસ કરી રહી છે અને જેમની પાસે ફાયર સેફટી ના હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

એકમ સંચાલકોમાં ભારે દોડધામ

રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદથી વડોદરા પાલિકાના ફાયર વિભાગ તથા અન્ય વિભાગ દ્વારા મળીને સઘન ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે આજદિન સુધી જારી છે. આ ડ્રાઇવમાં લોકોની સુરક્ષાને લઇને બેદરકારી દાખવનારા એકમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને બાકી રહેલી ક્ષતી પૂર્ણ કરવા માટે એકમ સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ કામગીરી અંતર્ગત વિતેલા 24 કલાકમાં 8 કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા છે.

  • Follow us on: