- પોલીસ વિભાગે નબીરાઓને ઝડપ્યા
- ગામઠી બંગલામાં માણી રહ્યા હતા મહેફિલ
- પોલીસે રંગમાં ભંગ પાડી તમામને દબોચ્યા
દિવાળીનો તહેવાર હોઈ હાલ આબાલવૃદ્ધ સૌ કોઈ પોત પોતાના પરિવારો સાથે આ તહેવારને માણવાના મૂડમાં હોય છે. ત્યારે માલેતુજાર પરિવારના નબીરાઓ દિવાળીના દિવસોમાં પણ કંઈક અલગ જ મૂડમાં હોય છે. આવી જ એક ઘટનાનો ખુલાસો વડોદરા પોલીસે પાડેલા દરોડામાં થયો છે, અહીં જન્મદિવસ હોવાના બહાને એક બંગલામાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આમ જન્મદિવસે નબીરાઓએ જેલના સળિયા જોવાનો વારો આવ્યો છે. આ નબીરાઓમાં 3 યુવતીઓ પણ સામેલ હતી.
હકીકતે આ ઘટનાની માહિતી પ્રમાણે અકોટા અતિથી ગૃહની સામેના વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી ગોત્રી પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે આ ઘટનામાં ગામઠી બંગલામાં દારૂની મહેફિલ માણતાં હાઈફાઈ ક્લાસના માલેતુજાર પરિવારના નબીરાઓ ઝડપાઈ ગયા હતા. આ મહેફિલ એક્ચ્યુઅલી આ નબીરાઓમાંથી કોઈક એકના જન્મદિવસની મહેફિલ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે આ બર્થડે બોયની સાથે જ તેના અમુક મિત્રો સાથે મળ્યા હતા અને મહેફિલનો પ્લાન બનાવ્યો હતો. પછી જ્યારે ગામઠીના એક બંગલામાં આ પાર્ટીની રંગત જામી હતી ત્યારે જ બરોબર પોલીસ ત્રાટકી હતી. મહત્વનું છે કે આ મામલે મળેલી લેટેસ્ટ અપડેટ અનુસાર 3 યુવતીઓ પણ આ મહેફિલમાં સામેલ હતી જેને પોલીસે હાલમાં ઝડપી લીધી છે.
મહત્વનું છે કે આ નબીરાઓ અકોટા અતિથી ગૃહની સામે આવેલા ગામઠી બંગલામાંથી એક બંગલામાં પોતાના મિત્રની જન્મદિવસની પાર્ટી માણવા માટે ભેગા થયા હતા. આ પાર્ટી શરૂ થઈ, મહેફિલ જામી એ જ ટાણે બરોબર પોલીસે દરોડા પાડીને નબીરાઓને ઝડપી લીધા હતા. મહત્વનું છે કે આ કાર્યવાહી ગોત્રી પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને નબીરાઓને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પાર્ટી માણતા નબીરાઓનો જોશ ફુલ હાઈ હતો પરંતુ ખાખી વર્દીધારી પોલીસને જોતાં જ તમામ નબીરાઓનો નશો ઉતરી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ગુજરાતના યુવાધનમાં અને એમાં પણ ખાસ કરીને માલેતુજાર પરિવારોના નાની ઉંમરના બાળકોમાં નશાની નજીક જવાનું અને માદક પદાર્થો જેવા કે ગાંજા, અફીણ, ચરસ, ડ્રગ્સ અને દારૂ વગેરે જેવી ચીજોનું નશો કરવાનું ચલણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આ મામલે ગંભીર નોંધ લઈને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, જો કે તો પણ હાલના દિવસોમાં ગુજરાતમાં આ ટ્રેન્ડમાં ભયજનક સ્તરે વધારો જોવા મળી રહ્યો છે. આમને આમ જો રાજ્યનું યુવાધન નશાની ટેવ ધરાવતો બનશે તો તેની સાથે રાજ્ય અને રાષ્ટ્ર બંનેના ભવિષ્ય માટે હાનિકારક હશે. તેથી આ મામલે જલ્દીથી અસરકારક પગલાંઓલેવાય તે સમયની માગ છે.









