• ભૂવા બાદ AMC તંત્રની મંથરગતિની કામગીરી
  • પ્રિ-મોન્સૂન પ્લાન વરસાદમાં ધોવાયો અને દાવા પોકળ સાબિત થયા
  • 15 દિવસથી ચાલતી કામગીરીમાં પ્રજાને હાલાકી

અમદાવાદનો વસ્ત્રાપુર વિસ્તાર પોશ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે,આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે રોડ પર ભૂવો પડતા કોર્પોરેશન દ્રારા છેલ્લા 15 દિવસથી ભૂવો પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે,ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ પર કામગીરી કરાતા ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડે છે અને કામગીરી મંથનગતિએ ચાલી રહી છે.

ટ્રાફિકની સમસ્યા વધી

[[$googlead]]

રોડની વચ્ચોવચ ભૂવાની કામગીરી કરાતા સ્થાનિકો હેરાન થઈ રહ્યાં છે,કોર્પોરેશન દ્રારા અડધો રોડ રોકીને કામગીરી કરવામાં આવી રહી છે,મહત્વનું છે કે સવારે ઓફીસ જવાના સમયે અને સાંજે ઓફીસથી ઘરે આવવાના સમયે સ્થાનિકોને ટ્રાફિકમાં ઉભા રહેવાની સમસ્યા સર્જાઈ છે,જેના કારણે આસપાસના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.છેલ્લા 15 દિવસથી ચાલતી કામગીરીમાં હાલાકી વેઠતી પ્રજા.

[[$alsoread]]


રોડ ધોવાતા અકસ્માતનો વાહનચાલકોને ભય

રોડ પર ભૂવો તો પડયો સાથે સાથે રોડ ધોવાતા વાહનચાલકોને લપસી જવાની ભીતિ સેવાઈ રહી છે.કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે કે,જે કામ ચોમાસા પહેલા થવું જોઈએ તે કામ ચોમાસામા થઈ રહ્યું છે,એટલે દેખી શકાય કે કોર્પોરેશન કેટલું ધીમુ કામ કરી રહ્યું છે,સ્થાનિકો જોડે અન્ય રસ્તો ના હોવાથી રોજ એકના એક રોડે જવાનું થાય છે અને ટ્રાફિકમાં ઈંધણનો પણ વ્યય થાય છે.

અમદાવાદમાં રોડ પણ ખરાબ

વરસાદ બાદ અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની સમસ્યા યથાવત છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખરાબ રોડના કારણે લોકોને હાલાકી પડી રહી છે,કયાંક રોડ ખરાબ તો કયાંક રોડનું અધૂરુ કામ તો કયાક ભૂવો પડવાની સ્થિતિ સર્જાઈ છે.કોર્પોરેશન લોકો સાથે ટેકસ સમય મૂજબ ઉઘરાવે છે પરંતુ સુવિધાના નામે જોઈએ તે રીતે સુવિધા નથી મળી રહી.

  • Follow us on: