અમદાવાદના વેજલપુરના રહીશો સંકટમાં મૂકાયા છે. વેજલપુરના ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસમાં રહેતા લોકોને બિલ્ડરે સોસાયટી ખાલી કરવા નોટિસ આપી. બિલ્ડરની નોટિસથી રહીશોમાં ફફડાટ જોવા મળ્યો. જમીનના મૂળ માલિકે ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસની જમીન પર દાવો કરતા 40 વર્ષથી આ સોસાયટીમાં રહેતા લોકોને બે દિવસમાં મકાનો ખાલી કરવા નોટિસ આપી. બિલ્ડરની આ પ્રકારની મનમાનીને પગલે ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસના રહીશોમાં રોષ જોવા મળ્યો.
રાતોરાત સોસાયટી ખાલી કરવા આપી નોટિસ
મળતી માહિતી મુજબ વેજલપુરમાં ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસના બહાર આવેલ દુકાન પર એક નોટિસ લગાવવામાં આવી હતી. આ નોટિસમાં લખ્યુ હતું કે સોસાયટી અને દુકાનદાર ધરાવતા લોકોએ સત્વરે આ જમીન બે દિવસમાં ખાલી કરવી. તેમજ જો કોઈપણ વ્યક્તિ આ જમીન પર દાવો કરશે તો તેના નાણાં વ્યર્થ જશે અને ફોજદારી તથા લેન્ડ ગ્રેબીંગ એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. આ નોટિસને પગલે સોસાયટીમાં રહેતા રહીશોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે મકાન બનાવવા આખું જીવન પસાર થાય છે ત્યાં બે દિવસમાં વ્યક્તિ કેવી રીતે રાતોરાત મકાન ખાલી કરી શકે. સોસાયટીમાં રહેતા 40 વર્ષથી અંહી વસવાટ કરી રહ્યા છે. 40 વર્ષ એ બહુ નાનો સમયગાળો નાનો કહેવાય. આ વિસ્તારમાં રહેતા સોસાયટીના લોકોએ વેરો ભરવા તેમજ વીજ બીલ જેવા તમામ સરકારી નિયમોનું પાલન કર્યું છે. છતાં એક દિવસ બિલ્ડર આવી બહાર નોટિસ ચીપકાવ મકાન અને દુકાન ખાલી કરવાનો આદેશ આપે છે.
જમીન માલિકની દાદાગીરી, રહીશોમાં ફફડાટ
ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસમાં રહેતા સોસાયટીના રહીશોએ બિલ્ડર પાસે આ મામલે વાટાઘાટ કરવાની તૈયારી બતાવી છે. મહત્વનું છે કે જમીનના મૂળ માલિકે જમીન પર કબ્જો મેળવવા કોર્ટમાં કેસ કર્યો હતો. અને આ કેસ જમીન માલિક જીતી જતા કોર્ટના આદેશના હુકમનામાની ધમકી આપી રાતોરાત રહીશોને જમીન ખાલી કરવા ધમકી આપી. સોસાયટીના રહીશોનું કહેવું છે કે 40 વર્ષ પહેલા 100ના સ્ટેમ્પ પર લખાણ કરીને બિલ્ડરે ઘર આપ્યા હતા. તેમજ સોસાયટીમાં રહેતા મોટા ભાગના લોકોએ જમીનના વહીવટ ભોગવટાના પૈસા ભરેલા હોવાનો દાવો પણ કર્યો છે. એટલે જ અગાઉ કોઈપણ જાતની નોટિસ વગર અચાનક મકાનો ખાલી કરાવતા સોસાયટીના રહીશો મૂંઝાયા. ગઈકાલે 4 દુકાનોનો સમાન રોડ પર ફેકી દુકાનો ખાલી કરાઈ હતી. અને હવે 1-2 દિવસમાં ઘર ખાલી કરવા જમીન માલિકે સૂચના આપતા ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસમાં રહેતા સોસાયટીના રહીશોએ તંત્રને રજૂઆત કરી. તેમજ રહીશો મૂળ જમીન માલિક સાથે વાટાઘાટ કરીને સેટલમેન્ટ કરવાની પણ તૈયારી બતાવી.









