- અનેક વિસ્તારમાં ટ્રાફિક અને સ્વચ્છતા સંદર્ભેની ફરિયાદો મળી:અધ્યક્ષ
- પાણીગેટ,ગૌરવ સોસાયટી સાથે અનેક વિસ્તારમાં દબાણ દૂર કર્યા
- 25 થી વધુ વાહનો, શેડ અને કેબીનો બપોર સુધીમાં દૂર કરવામાં આવ્યા
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલ અને તેની ફરતે સ્ક્રેપ સંચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. લાંબા સમય સુધી વાહનોનો ખડકલો રહેતા ગંદકી સાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. સ્થાનિકોની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે ત્રાટકી વાહનોના દબાણો દૂર કર્યા હતા.
25 થી વધુ વાહનો, શેડ અને કેબીનો બપોર સુધીમાં દૂર કરવામાં આવ્યા










