વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત રાજ્યના 2 હજાર કરોડથી વધારે રકમના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે અદ્યતન સુવિધાઓ સાથેના બી કક્ષાના 240 પોલીસ આવાસોનું મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ સમારોહ યોજાયો,કાર્યક્રમમાં રેન્જ આઈજી, એસપી, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, ડેરી ચેરમેન, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


[[$googlead]]

ઈ લોકાર્પણ કરાયું

આજરોજ વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 2 હજાર કરોડથી વધારે રકમના કામોના રાજ્યના વિવિધ જિલ્લાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નિર્માણ પામેલ અધ્યતન સુવિધાઓ સાથેના વિશાળ જગ્યામાં નિર્માણ કરાયેલ બી કક્ષાના કુલ 240 આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

[[$alsoread]]


અધિકારીઓ રહ્યાં હાજર

આ કાર્યક્રમમાં રમત ગમત તેમજ અન્ય ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પોલીસ કર્મચારીઓને પ્રશંસા પત્રો આપી સન્માનિત કરાયા હતા તો ચોરાયેલા મોબાઈલ અને બાઇક મૂળ માલિકો તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે સુપ્રત કરાયા, આ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, બોટાદ એસ.પી કિશોર બળોલીયા, ગઢડા ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયા, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, માર્કેટીંગ યાર્ડ ચેરમેન મનહર માતરીયા સહિતના ચૂંટાયેલા સભ્યો અધિકારીઓ પદાધિકારીઓ અને ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


પોલીસને મળ્યા સારા ઘર

તો મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ અને પોલીસ પરિવારના મહિલાઓ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા અને પોલીસ કવાર્ટર મળતા ખુશ જોવા મળ્યા હતા, તો ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સુંદર સુવિધા સભર અત્યાધુનિક આવાસો બનાવવામાં આવ્યા છે જેમાં ફૂલ ફર્નિચર, કિચન તેમજ 2 બેડ રૂમ ગેલેરી તેમજ પીએનજી ગેસ કનેક્શન સાથેના આવાસો દિવાળી પહેલા પોલીસ પરિવારોને મળતા પોલીસ પરિવારમાં ખુશી હોવાનું જણાવ્યું હતું.


  • Follow us on: