• ગુજરાતમાં સૌથી પહેલી પોલિટિકલ ISO એપ્રુવ ઓફિસ
  • ઓફિસમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
  • રાજ્યના 26 બેઠકનું મોનીટરીંગ કરવા માટે વોર રૂમ બનાવવામાં આવ્યું
ગુજરાત ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલની ISO એપ્રુવ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સુરતના અંબાનગર, ઉધના ખાતે સાંસદ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂકાયુ હતું.

આ પ્રસંગે સુરત શહેર મતવિસ્તારના નાગરિકો અને જાહેર જનતાને તેમના પ્રશ્નો તેમજ રજૂઆતો માટે અનૂકૂળતા રહે એ માટે સી.આર.પાટીલના માતૃશ્રીના હસ્તે જનસંપર્ક કાર્યાલયને લોકસેવા માટે ખૂલ્લું મૂકાયું છે. જેમાં ગુજરાતમાં સૌથી પહેલી પોલિટિકલ ISO એપ્રુવ ઓફિસ છે.

તેમજ સી આર પાટીલની નવી ઓફિસમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે સ્ટાફથી લઈ અધિકારીઓને પણ ટેક્નોલોજીથી સજ્જ રાખવામાં આવશે. જેની સાથે ગુજરાતનો 26 બેઠકનું મોનીટરીંગ થાય તે માટે વોર રૂમ બનાવવામાં આવ્યું છે.

આ પ્રસંગે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મેયર દક્ષેશ માવાણી, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સાંસદ સી.આર.પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી.
  • Follow us on: