- આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારને મળશે એસટીની સુવિધા
- 2.20 કરોડના ખર્ચે નવીન એસટી ડેપો બનાવવામાં આવ્યો
- નકલી કચેરી મામલે હર્ષ સંઘવીએ આપ્યું મહત્વનું નિવેદન
છોટા ઉદેપુર જીલ્લાના છેવાડાના અને ત્રણ રાજ્યની સરહદે આવેલા કવાંટ તાલુકા મથક ખાતે આજરોજ રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય હર્ષ સંઘવીના હસ્તે નવીન એસટી ડેપોનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતો છોટા ઉદેપુર જીલ્લાના અને રાજ્યના સૌથી પછાત એવા કવાંટ તાલુકા મથક ઉપર લોકોની સુખાકારી માટે અને દેશ દુનિયા સાથે સંપર્ક સાધી શકાય તે માટે સરકાર દ્વારા રૂ.2.20 કરોડના ખર્ચે નવીન એસટી ડેપો બનાવવામાં આવ્યો, જેના ઉદઘાટન પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહીને રીબીન કાપી હતી અને ડેપોની બસોને ફ્લેગ ઓફ કર્યું હતું.

નકલી કચેરી મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ છોટા ઉદેપુર પોલીસને અભિનંદન આપીને કહ્યું કે સરકારનો ચોરેલો એક એક રૂપિયો આ વહીવટીતંત્ર કાયદાનો ઉપયોગ કરીને પાછો લાવશે અને તેનો લાભ તમારા સુધી 100% પહોંચાડશે.