• મધુબન ડેમની 71.85 મીટરે પહોંચી ગઈ

  • ડેમમાં 92,364 ક્યુસેક પાણીની આવક
  • ડેમના 10 દરવાજા 1.50 મીટરએ ખોલાયા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા તેમજ અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા તાલુકાના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધુબન ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. મળતી માહિતી મુજબ, હાલ મધુબન ડેમની 71.85 મીટરે પહોંચી ગઈ છે.


[[$googlead]]

[[$alsoread]]

મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. હાલ ડેમમાં 92,364 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મધુબન ડેમના 10 દરવાજા 1.50 મીટરએ ખોલી દેવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 54,674 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઈ દમણગંગા નદીના કિનારા પર લોકોને ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. દમણગંગા નદીમાં વાપી ખાતે વિયરકમ કોઝવે પર પાણીની આવકમાં વધારો થયો છે.


  • Follow us on: