- 2000ની નોટોની સાથે શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા
- સ્વાતિ ગ્રુપના ભાગીદારો અને અલગ અલગ બ્રાન્ચોમાં સર્ચ
- લેપટોપ, કોમ્પ્યુટરની વિવિધ એન્ટ્રીઓની ચકાસણી કરાઇ
અમદાવાદ શહેરમાં બીજા દિવસે પણ ઈન્કમટેકસ વિભાગના દરોડા યથાવત રહ્યા હતા. આજે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોમાં મોટા પ્રમાણમાં 2000ની નોટોની સાથે શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર અને રોકાણને લઈને ગુરુવારે IT એ સ્વાતિ ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા આજે પણ ચાલુ રહ્યા હતા. આઇટી વિભાગ દ્વારા સ્વાતિ ગ્રૂપ ખાતે પાડવામાં આવેલ દરોડામાં કેન્દ્ર સરકારે પાછી ખેંચેલી 2000 રૂપિયાની નોટો થકી જમીન ખરીદી હોવાના રેકોર્ડ પકડી પાડયા છે. સતત બીજા દિવસે પણ સ્વાતિ ગ્રુપના ભાગીદારો તેમજ અલગ અલગ બ્રાન્ચોમાં સર્ચ યથાવત રાખવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન, મોટા પ્રમાણમાં ડિજિટલ રેકોર્ડસ સામે આવ્યા છે. તો સાથે સાથે, લેપટોપ તેમજ કોમ્પ્યુટરની વિવિધ એન્ટ્રીઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે.