• સરેરાશ નવમા વર્ષે ગુજરાતની GST 5000 કરોડને પાર
  • પ્રથમ 9 માસમાં SGST, IGSTથી કુલ 46,622 કરોડની આવક
  • ચાલુ વર્ષે SGST, IGSTની આવકમાં 15 ટકાનો વધારો નોંધાયો
કેન્દ્ર સરકારે ડિસેમ્બર-2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTમાંથી 1.64 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2022 કરતા 10% વધુ છે. GST માંથી 1.49 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. એક મહિના પહેલા નવેમ્બરમાં સરકારે GST માંથી 1.67 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

આ સતત 10મી વખત છે જ્યારે રેવન્યુ કલેક્શન રૂ. 1.50 લાખ કરોડથી વધુ થયું છે. જોકે, અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન એપ્રિલ 2023માં થયું હતું, જ્યારે આ આંકડો રૂ. 1.87 લાખ કરોડને પાર કરી ગયો હતો. આ સિવાય સતત 21 મહિનાથી દેશનું GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યું છે.

જ્યારે ગુજરાત રાજ્યની GST હેઠળ આવક 5079 કરોડની પહોંચી છે. જેમાં ડીસેમ્બર ૨૦૨૩માં ગુજરાત રાજ્યની GST હેઠળ આવક 5079 કરોડની આવક થઈ છે. નોંધનીય છેકે, સરેરાશ નવમા વર્ષે ગુજરાતની GST 5000 કરોડને પાર પહોંચ્યો છે. તેમજ રાજ્યમાં પ્રથમ 9 માસમાં SGST, IGSTથી કુલ 46,622 કરોડની આવક થઈ છે.

આ સાથે જ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે SGST અને IGST ની આવકમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2023માં GST કલેક્શન ₹1,64,882 કરોડ હતું. જેમાં સીજીએસટી રૂ. 30,443 કરોડ, એસજીએસટી રૂ. 37,935 કરોડ, આઇજીએસટી રૂ. 84,255 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 41,534 કરોડ સહિત) અને સેસ રૂ. 12,249 કરોડ હતો. સેસમાં માલની આયાતમાંથી મળેલા રૂ. 1,079 કરોડનો સમાવેશ થાય છે.
  • Follow us on: