- બારમાસી તેલ ભરવાની સીઝન પૂર્ણ થતા ભાવ વધારો
- સીંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂ.2720એ પહોંચ્યો
- કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂ.1590 થયા
રાજકોટમાં બારમાસી સીંગતેલની સીઝન પૂર્ણ થતા ભાવ વધારો થયો છે. જેમાં સીંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 50નો વધારો કરવામાં આવ્યો છે. તેથી સીંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂ.2720એ પહોંચ્યો છે. તથા કપાસિયા તેલમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો છે.
ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1590એ પહોંચ્યો છે. સીંગતેલમાં ડબ્બે 50 રૂપિયા વધ્યા છે તથા કપાસિયા તેલમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલ નવા ટીનનો ડબ્બો 2670 માં 50 રૂપિયા વધીને 2720 રૂપિયા થયા છે. તેમજ કપાસિયા તેલનો ડબ્બો 1530 હતો જેમાં 60 રૂપિયા વધીને 1590 થયા છે. સીંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે. તેમજ ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ઘટેલા ભાવ દેશભરમાં લાગૂ થઈ ગયા છે. તો વળી કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાના ઘટાડો કરીને પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, કરોડો ભારતીયોને પોતાના પરિવારના હિત અને સુવિધા સદૈવ તેમનો લક્ષ્ય છે.