• સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
  • સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનની OPD 1838ને પાર
  • અસારવા સિવિલ 1200ને પાર રોજની OPD

નવરાત્રીમાં હાર્ટની સાથે વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. તેમાં સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનની OPD 1838ને પાર થઇ છે. તેમજ અસારવા સિવિલ 1200ને પાર રોજની OPD થઇ રહી છે.

તાવ-શરદી અને ઉધરસ સહીતના કેસમાં વધારો થયો

[[$googlead]]

તાવ-શરદી અને ઉધરસ સહીતના કેસમાં વધારો થયો છે. જેમાં ડેંગ્યુના 41 દર્દી સોલા સિવિલમાં એડમિટ છે. તથા સોલા સિવિલમાં કુલ 679 દર્દીઓ એડમિટ છે. પીડિયાટ્રિક વિભાગમાં 49 દર્દી એડમિટ સાથે સ્વાઇન ફ્લુના 4 કેસ, ટાઈફોડના 7 દર્દી એડમિટ છે. સોલા સિવિલમાં રોજની OPD 2000એ પહોંચી છે. શહેરમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે. નવરાત્રીમાં હાર્ટની સાથે વાયરલ ઇન્ફેક્શન લાગે તો તબીબનો સંપર્ક કરવા તબીબોની સલાહ છે.

[[$alsoread]]

તાજેતરમાં શહેરમાં ડેન્ગ્યુથી એક યુવકનું મોત થયુ હતુ

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. તાજેતરમાં શહેરમાં ડેન્ગ્યુથી એક યુવકનું મોત થયુ હતુ. તેમાં લાંભામાં યુવકનું મોત થતાં AMC તંત્ર હરકતમાં આવ્યું હતુ. જેમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ હતુ. શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઓક્ટોબર મહિનાનાં એક જ અઠવાડિયામાં રોગચાળો બેકાબૂ બન્યો છે. 

  • Follow us on: