• 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ
  • ઇન્ડીયા ન્યૂઝીલેન્ડ વચ્ચે 1 ફેબ્રુઆરી T20 મેચ રમાશે
  • હાર્દિક પંડ્યા પરિવાર સાથે હળવા મૂળમાં જોવા મળ્યા

ત્રણ મેચની T-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમવા ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમના ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. તમામ ખેલાડીઓ સીધા ITC નર્મદા હોટલ પહોંચશે. 31મી જાન્યુઆરીએ સ્ટેડિયમમાં બંને ટીમ પ્રેક્ટિસ કરશે અને પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદમાં T20નો જંગ જામશે.

90 હજારથી એક લાખ પ્રેક્ષકો હાજર રહેશે

[[$googlead]]

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 સિરીઝની અંતિમ મેચ અમદાવાદ ખાતે રમાનાર છે. આ સિરીઝ કબજે કરવા માટે બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. ત્યારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક દિગ્ગજો પણ હાજર રહેવાની સંભાવના છે. 90 હજારથી એક લાખ પ્રેક્ષકો મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહેશે. અત્યાર સુધી 60 હજારથી વધુ ટિકિટો વેચાઈ ચુકી છે અને આગામી બે દિવસમાં આ સંખ્યા ચોક્કસથી વધશે.

[[$alsoread]]

અમદાવાદમાં મેચ જીતવા ભારત ફેવરીટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તોજાનાર મુકાબલામાં ભારતીય ટીમ મેચ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય ટીમ સ્ટાર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને સુર્યકુમાર યાદવ ફેન્સ ફેવરીટ છે જ્યારે ઇશાન કિશન અને શુભમન ગિલ પર પણ બધાની નજર રહેશે.

એક લાખ દસ હજા૨ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ભારત-ન્યુઝીલેન્ડની T20ની ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. જોકે ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી હોવાથી T20 મેચની ટિકિટનું વેચાણ અગાઉની તુલનામાં ઓછું થયું હોવાનું સામે આવ્યું છે.

માત્ર અડધી જ ટિકિટો વેચાઈ

અત્યાર સુધીમાં વેચાણ માટે મુકાયેલી ટિકિટોમાંથી માત્ર અડધી જ વેચાઈ છે. જોકે હવે છેલ્લા બે દિવસમાં વેચાણમાં વધારાની શક્યતા છે. સ્ટેડિયમ પર તેમજ ઓનલાઈન પણ ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. જોકે કોર્પોરેટ બોક્સનું વેચાણ ખુબ જ ઓછું થયું છે.

લગ્નગાળાના કારણે વેચાણમાં ઘટાડો

લગ્ન સિઝનને કારણે અગાઉની તુલનામાં આ વખતે ટિકિટનું વેચાણ ઓછું છે. કોર્પોરેટ બોક્સની ટિકિટનું વેચાણ સૌથી ઓછું છે. અમદાવાદમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડ માટે ટિકિટના ભાવ 500થી લઈને 10 હજાર સુધીના નક્કી થયા છે. આ બધા વચ્ચે 500થી 1000 રૂપિયા વાળી ટિકિટની માગ સૌથી વધારે છે. જ્યારે કલબ પેવેલિયનની ટિકિટનો ભાવ સૌથી વધારે 10,000 નક્કી થયેલો છે. જોકે આ વખતે ઓનલાઈટ ટિકિટમાં પણ જોઈએ એટલું ટિકિટનું વેચાણ નથી.

  • Follow us on: