• અમદાવાદીઓએ ટીકીટ માટે 10 હજાર રૂપિયા સુધી કરવા પડશે ખર્ચ
  • રૂ.500થી લઇને 10000 રૂપિયા ટિકીટનો રખાયો છે ભાવ
  • ટિકિટનું ફિઝીકલ વેચાણ નહિ, ઑનલાઇન જ ટિકિટનું થશે વેચાણ

ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 મેચની ટિકિટનું વેચાણ શરૂ થયુ છે. જેમાં ગુજરાતના અમદાવાદ ખાતે 1 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાશે. તથા અમદાવાદીઓએ ટીકીટ માટે 10 હજાર રૂપિયા સુધી ખર્ચ કરવા પડશે. તેમાં રૂપિયા 500થી લઇને રૂપિયા 10,000  ટિકીટનો ભાવ રખવામાં આવ્યો છે.

ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ થયું

ઉલ્લેખનીય છે કે અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ માટે 10,000 રૂપિયા ખર્ચવા પડશે. તેમજ ટિકિટનું ફિઝીકલ વેચાણ કરવામાં આવશે નહીં. તેમજ ઑનલાઇન જ ટિકિટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 1 ફેબ્રુઆરીના ગુજરાતના આંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. જેના માટેની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ થયું છે.

R અને J બ્લોકની ટિકિટનો ભાવ રૂ.2000

સૌથી મોંઘી ટિકિટ અદાણી બેંકવેટમાં છે. જેમાં એક સીટનો ભાવ રૂ.10000 રાખવામાં આવ્યો છે. ઉપરાંત મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકની ટિકિટનો ભાવ રૂ.2000 અને 2500 રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમ તો 1.15 લાખ જેટલા ક્રિકેટ દર્શકો એક સાથે બેસીને મેચની મજા માણી શકે છે. ત્યારે ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા માટે પહોંચશે.

B,C,F, અને G બ્લોકમાં રૂ.1000ની ટિકિટ
ગુજરાતના ક્રિકેટ રસિકો માટે ઓનલાઈન ટિકિટનું બુકિંગ શરૂ થયું છે. જેમાં ટિકિટનો ભાવ રૂ.500થી લઈને રૂ.10000 સુધી રાખવામાં આવ્યા છે. અત્યારે સ્ટેડિયમના વિવિધ બ્લોકમાં ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં L,K અને Q બ્લોકમાં માત્ર રૂ.500 ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. જ્યારે B,C,F, અને G બ્લોકમાં રૂ.1000ની ટિકિટ રાખવામાં આવી છે.


  • Follow us on:

[[$googlead]]