- ફાઇનલમાં ભારતની જીતનો ભાવ 45 પૈસા, ઓસ્ટ્રેલિયાનો રૂ. 1.90
- ફાઈનલના સટ્ટા માટે દુબઈથી 100થી વધુ બુકીઓના ગુજરાતમાં ધામા
- એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ કરોડનો સટ્ટો રમાવાનો છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ તા.19મીએ રમાવાની છે. જેમાં ભારતની ક્રિકેટ ટીમ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ બની છે,સટ્ટાબજારમાં ભારતની ટીમની જીત માટે 45 પૈસા અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાવ 1.90 બોલાઈ રહ્યો છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં આશરે 15 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાઈ શકે છે તેમ સટ્ટા બજારનું માનવું છે.
અલબત્ત, ટોસ કોણ જીતે છે તેના પર સૌથી મોટો મદાર રહેશે. એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ કરોડનો સટ્ટો રમાવાનો છે. દેશમાં આ મેચ પાછળ સટ્ટાની રકમ 15 હજાર કરોડને આંબશે. 100થી વધુ બુકીઓએ દુબઈ સહિતના દેશોમાંથી પડાવ નાંખી દીધો છે. સ્ટેડિયમમાં મેચ અને તેના જીવંત પ્રસારણ વચ્ચેની સાત સેકન્ડના તફાવત સટોડિયા માટે કમાણીનું શસ્ત્ર બનવાનું છે.










