ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે ઓપરેશન સિંદૂર ચલાવીને ભારતે દુશ્મન દેશને હંફાવી દીધો છે.છતાં પણ નફ્ફટ પાકિસ્તાન બદલો લેવાની આશા સાથે ભારતના અનેક રાજ્યોમાં ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ગુજરાત સરકાર સતર્ક મોડમાં છે.હવે ભારત-પાક તંગદિલી વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.
કચ્છમાં ફરી પાકિસ્તાની ડ્રોન દેખાયા
ભારત-પાકિસ્તાન વચ્ચે અડધીરાત્રે ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે કચ્છમાં ફરી પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જેમાં ભુજ, અબડાસા આસપાસ ડ્રોન દેખાયા હોવાનું સામે આવ્યું છે. ભુજ પાસે પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. સાથે જ ભુજના નાગોર નજીક પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.ભારતીય સેના પાકિસ્તાનના કોઈપણ પ્રયાસોને સફળ થવા દેતી નથી અને તેના ડ્રોનને હવામાં જ નિષ્ફળ બનાવી રહી છે. લોરીયા નજીક પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું અને સ્થાનિક લોકોએ આ અંગે તંત્રને જાણ કરી હતી.
કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર
તમને જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે કચ્છમાં ડ્રોન અને મિસાઈલ હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને કચ્છમાં 4 સ્થળો પર ડ્રોન-મિસાઇલ તોડી પાડી છે. પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર છે જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે,કામ સિવાય બહાર નીકળવું નહી અને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે નાગરિકોએ ગભરાવવું નહી અને સુરક્ષા-સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરી છે.









