• રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડયમમાં મેચનું આયોજન
  • 7 જાન્યુઆરીએ T-20 મેચનું આયોજન કરાયું
  • એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ

રાજકોટમાં જાન્યુઆરીમાં ભારત-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. જેમાં શહેરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડયમમાં મેચનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 7 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 મેચનું આયોજન થતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ છે.

જાન્યુઆરીમાં રમાશે મેચ

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલો થશે. આગામી મહિને રમાનારી આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વેન્યુ (ગ્રાઉન્ડ)ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટનું ગ્રાઉન્ડ પસંદગી પામ્યું છે. શ્રીલંકાની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (એસસીએ) ઉપર પહેલીવાર ટી-20 મુકાબલો રમવા ઉતરશે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડયમમાં મેચનું આયોજન

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શ્રીલંકાની ટીમ આવતાં મહિને ભારતના પ્રવાસે શ્રેણી રમવા માટે આવી રહી છે જેમાં ટી-20 સહિતની મેચો સામેલ છે. આ શ્રેણીની એક મેચ રાજકોટના સ્ટેડિયમ ઉપર રમાશે. શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે પરંતુ તે તમામ મુકાબલા રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે. આમ શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ બનશે.

  • Follow us on: