ભારતે પાકિસ્તાન ઉપર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ ચીન અને તુર્કીય જેવા પાકિસ્તાન સમર્થિત દેશોના પેટમાં તેલ રેડાયું છે અને તેમની પણ પરોક્ષ રીતે હાર થઈ છે. આ દરમિયાન ભારતે એક આકરો સંદેશો જારી કર્યો છે અને કહ્યું છે કે, ચીન અને તુર્કીય એ બંને દેશ પાકિસ્તાનને તેમના સીમાપારના આતંકવાદને પોષવાનું બંધ કરે. આ ઉપરાંત પાકિસ્તાન પોષિત આતંકી તંત્ર વિરુદ્ધ વિશ્વસનિય અને સત્ય આધારિત કાર્યવાહી કરે. સંબંધ એક બીજા દેશોની ચિંતા સંવેદનશીલતા ઉપર આધારિત હોય છે એમ ટકોર પણ કરી છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટકોર સાથે ચીન અને તુર્કીય ને સંદેશો આપ્યો છે. ચીન માટે કહ્યું કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચીનના વિદેશ મંત્રીની સરહદો મુદ્દે 10 મે ના વાત થઈ હતી.

ભારત આતંકવાદની સામે કડક વલણ અપનાવે છે

ચીનને સ્પસ્ટ કહેવાયું છે કે, સીમા પારના આતંકવાદ માટે ભારત કડક વલણ અપનાવે છે. ચીન પણ જાણે છે કે, એક બીજા ઉપરનો વિશ્વાસ અને સન્માનના આધારો ઉપર સંબંધો ટક્યા છે.

તુર્કીયના ડ્રોન શાસ્ત્ર બનાવટ સાથેના હતા

9 મી મેના ઉત્તરી પશ્ચિમ સરહદે પાકિસ્તાનના ડ્રોન ઘૂસણખોરીના પ્રયાસ બાદ મળેલા ભંગારમાંથી આ ડ્રોન તુર્કીયના હોવાનું બહાર આવ્યું હતું. આ ડ્રોન શસ્ત્ર સાથેની બનાવટના હતા.


  • Follow us on: