• બશીરચાચાનું વધી ગયું બીપી

  • હોસ્પિટલે દાખલ થયા બશીર ચાચા
  • 108 મારફત હોસ્પિટલ પહોંચાડી થઈ સારવાર

અમદાવાદમાં હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હાર આપી. આ સમયે સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પ્રેક્ષકોમાં જાણે કે વીજળીનો કરંટ દોડી ગયો હોય એવી એનર્જી હતી. આ દરમિયાન લોકોએ વંદેમાતરમ ગાન ગાયું હતું. જો કે આ વખતે પાકિસ્તાની ફેન્સની હાલત પતલી થઈ ગઈ હતી.

હકીકતે પાકિસ્તાનના કટ્ટર સમર્થક ગણાતા બશીર ચાચા આ વખતે પણ પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ચિયર કરવા માટે ખાસ ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમનો અમુક ભારતીય પ્રેક્ષકોએ હુરિયો પણ બોલાવ્યો હતો. જો કે મેચમાં બશીર ચાચાએ પાકિસ્તાનને ચિયર કર્યું હતું. પરંતુ પાકિસ્તાની ટીમ માટે બશીર ચાચાનું ચિયર કોઈ કામ આવ્યું નહોતું અને બાબર આઝમની કેપટન્સી વાળી પાકિસ્તાની ટીમ ખરાબ રીતે પછડાટ પામી હતી.

[[$googlead]]

ભારતના ઓલરાઉન્ડ પ્રદર્શનની સામે પાકિસ્તાને ઘૂંટણિયા ટેકવી દીધા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે લગાતાર આઠમી વાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવી દીધું હતું. આનાથી પાકિસ્તાનના ફેન્સમાં નારાજગીની લહેર દોડી ગઈ હતી. તેમના મોઢા લટકાઈ ગયા હતા.

[[$alsoread]]

આ બધામાં બશીર ચાચાની તબિયત અચાનક લથડી હતી. મેચ દરમિયાન બીપી વધી જતા બશીર ચાચાને સારવારની જરૂર પડી હતી. તેથી 108ને કોલ કરતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર શરૂ છે.

આ મેચ દરમિયાન લગભગ 568 જેટલા લોકોની તબિયત લથડી હતી. મેચ દરમિયાન 108ને 500થી વધારે ઈમરજન્સીના કોલ આવ્યા હતા અને આ તમામ લોકોને ઈમરજન્સી ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ખાસ તો લોકોને ડિહાઈડ્રેશન, માથું દુખવું, ચક્કર આવવા જેવી ફરિયાદો થઈ હતી. 10 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.


  • Follow us on: