- જુન મહિનામાં લિંબાયતના 27 વર્ષીય યુવાને કર્યો હતો આપઘાત
- આપઘાત પહેલાં ફેસબુક પર સ્યુસાઇડ નોટ મુકી ઠાલવી હતી વેદના
- યુવાને વિધર્મી પત્ની અને તેના ભાઈ દ્વારા અપાતા ત્રાસનો કર્યો ઉલ્લેખ
ગૌમાંસ ખવડાવી યુવકના આત્મહત્યા પ્રકરણમાં ઉધના પોલીસે વિધર્મી પત્નીના ભાઇની પણ આખરે ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે લિંબાયતમાં મહારાણા પ્રતાપ ચોક પાસે જે.બી.નગરમાં રહેતા રોહિતસિંગ અજીતપ્રતાપસિંગ (ઉં.વ. 27, મૂળ પ્રતાપગઢ, યુપી) ઉધના બીઆરસી સ્થિત ડાઇંગ મિલમાં નોકરી કરતો હતો. રોહિતને મિલમાં સાથે કામ કરતી સોનમ અલી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બાદમાં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.
ગત તા. 27મીએ જૂનના રોજ રોહિતે ઘરમાં ફાંસો ખાઇ લીધો હતો. રોહિતના પરિવારજનો તરફથી પોલીસને એવું જાણવા મળ્યું કે, રોહિતે આત્મહત્યા કરતા પહેલાં ફેસબુક પર સ્યુસાઇડ નોટ અપલોડ કરી છે. જે સ્યુસાઇડ નોટમાં પત્ની સોનમ અલી અને તેના ભાઇ અખ્તર અલીએ રોહિતને ગાયનું માંસ ખવડાવી દીધું હતું. પત્ની અને તેનો ભાઇ યેનકેન પ્રકારે ત્રાસ ગુજારી ધાકધમકી આપતા હોય કંટાળીને રોહિતે આત્મહત્યા કરી લીધી હતી.










