- વિચિત્ર સંયોગના કારણે લગ્ન સહિતના શુભકાર્યો પર બ્રેક
- ગુરુના અસ્તના કારણે 2જી મે સુધી કોઈ લગ્નમુહૂર્ત નથી, ખરીદી અને દાનમાં બાધ નહીં
- અખાત્રીજે પિતૃઓને કરપીદાનનું પણ મહાત્મ્ય
હિન્દુ સમુદાય અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વર્ષમાં કેટલાક પ્રસંગો, તિથિએ ખરીદી શુકનવંતી માનવામાં આવે છે. જે અંતર્ગત વણજોયા મુહૂર્ત અને શુભ ખરીદી માટે માનીતી અખાત્રીજની શનિવારે રંગારંગ ઉજવણી થશે. જોકે, આ વર્ષે વિચિત્ર સંયોગ વચ્ચે લગ્નમુહૂર્ત વિના જ અખાત્રીજ ઉજવાશે. ગુરુના અસ્તને કારણે આગામી 2જી મે સુધી કોઇ લગ્નમુહૂર્ત નથી. શનિવારે સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા અખાત્રીજે સેવાકાર્યની તૈયારી શરૂ કરાઇ છે.
અક્ષયતૃતીયા અને વસંતપંચમી આ બે દિવસને વણમાંગ્યું મુહૂર્ત કહેવામાં આવે છે. દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ નિમિત્તે અક્ષયતૃતીયાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર 22 એપ્રિલના રાત્રિએ 23.24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ રાત્રિએ 12.27 વાગ્યા સુધી છે. જ્યારે ત્રીજ 22 એપ્રિલના રોજ સવારે 7.50થી 23 એપ્રિલના રોજ સવારે 7.48 વાગ્યા સુધી છે.










