• આઠ વર્ષથી ઘૂસણખોરી કરાવતો હોવાના પુરાવા સાથે ચાર્જશીટ દાખલ કરી

  • બોબી પટેલ ભારતમાં હોવા છતાં વર્ચ્યુઅલ માધ્યમથી આરોપીઓના સંપર્કમાં રહેતો : કોર્ટ
  • કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી

કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબી પટેલની ઓફિસમાંથી SMCએ જપ્ત કરેલ 79 પાસપોર્ટમાંથી 4 નકલી મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે બોબી પટેલ, અમેરિકામાં છૂપાયેલ ચરણજીતસિંહ સહિત 18 કબૂતરબાજો સામે ફરિયાદ થઈ હતી.જેમાં પકડાયેલા ભરત પટેલ ઉર્ફે બોબી પટેલની ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ગ્રામ્ય કોર્ટેએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપીએ પોતે ખોટા અને બોગસ દસ્તાવેજો બનાવી પાસપોર્ટના આધારે નાગરિકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી દેવાના કાવત્રામાં ભાગીદાર હોય ત્યારે ટ્રાયલ દરમ્યાન તેની હાજર રહેવાની શકયતા નહીંવત છે. આરોપી પોતે ભારત દેશમાં હોવા છતાં વર્ચ્યુઅલ વિદેશી નંબર)નો ઉપયોગ કરીને એકબીજા સાથે સંપર્કમાં રહી ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. આરોપીન જામીન આપવામાં આવશે તો કાયદાનો ડર રહેશે નહીં. અને ફરી આવા ગુના આચરવાની શકયતા છે.

ગુજરાતમાં કબૂતરબાજીના નેટવર્કનો માસ્ટર માઈન્ડ ભરત ઉફ્ર્ બોબી રામાભાઈ પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 79 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ, એક લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 79 પાસપોર્ટની SMCએ ખરાઇ કરાવતા 4 પાસપોર્ટ ડમી હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં બોબીના અમદાવાદમાં 4,મહેસાણા - ગાંધીનગરમાં 4, મુંબઇમાં 3, દિલ્હીમાં 5, અને અમેરિકામાં 1 એમ મળીને 17 આરોપીઓના સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતો હતો. ત્યારબાદ SMCએ સોલા પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે બોબી પટેલ, અમેરિકામાં રહેતા ચરણજીતસિંહ સહિત કબૂતરબાજી કરતા 18 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.દરમ્યાનમાં ભરત પટેલએ ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી.જેમાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સામે ગંભીર આક્ષેપ છે. તપાસનીશ અધિકારીએ આરોપી સામે પુરાવા એકત્ર કરીને ચાર્જશીટ દાકલ કર્યુ છે. આરોપીને જામીન આપવામાં આવશે તો કબૂતબાજીમાં સામેલ રીઢા, આંતર અને આંતર રાષ્ટ્રીય આરોપીઓ નાસી ભાગી જાય તેમ છે. જેથી આરોપીની જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.


  • Follow us on: