• નવસારી જિલ્લામાંથી ઝડપાયું રેકેટ
  • મોબાઈલ ચોરીનું ઝડપાયું આંતરરાષ્ટ્રીય રેકેટ
  • આરોપીઓ પાસેથી 49 મોબાઈલ અને 6.29 લાખનો મુદ્દામાલ કબજે

નવસારીમાંથી મોબાઈલ ચોરીના એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નવસારી જિલ્લા પોલીસતંત્રને એક મોટી સફળતા હાથ લાગી છે. તેમણે મોબાઈલ ચોરીના એક એવા રેકેટને ઝડપી પાડ્યું છે જેમાં ભારતની ધરતી પરથી મોબાઈલ ચોરી વિદેશમાં મોકલવામાં આવતા હતા. આ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમની સાથે 3 કિશોરો પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.

[[$googlead]]

નવસારી પોલીસની કામગીરીમાં એક ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. પોલીસે કુલ 49 મોબાઈલ સાથે મોબાઈલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરી આંતરરાજ્ય મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે. આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની સાથે જ આ મામલે 3 કિશોરોની સંડોવણી હોવાનું પણ ખુલવા પામ્યું છે. માહિતી પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાંથી ચોરાયેલા 49 મોબાઈલ સહિત આરોપીઓ પાસેથી કુલ 6.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે મેળવવામાં આવ્યો હતો.

[[$alsoread]]

મોબાઈલ ચોરીના આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં મોબાઈલોને ચોરીને રાજ્યના જુદા જુદા વિસ્તારો સહિત, ઝારખંડ, બિહાર જેવા રાજ્યોમાં લઈ જઈ ત્યાંથી બાંગ્લાદેશ મોકલવામાં આવતા હતા. આમ ભારતીય મોબાઈલોની ચોરી કરીને તેમને વિદેશની ધરતી પર પધરાવવામાં આવતા હતા. ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ આ એક મોટી અને ગંભીર બૂાબત છે. આ મામલે પોલીસ દ્વારા મોબાઈલોની ડિલિવરી મેળવનાર મુખ્ય રિસિવરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગુજરાતની ધરતી પરથી ઝડપાયેલું આ અત્યારસુધીના સૌથી મોટા મોબાઈલ ચોરી રેકેટમાંનું એક છે. આ મોબાઈલો જો આતંકી તત્વો અથવા ભારતદ્રોહી શક્તિઓના હાથમાં આવી જાય તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. જેથી હાલમાં નવસારી પોલીસ દ્વારા આ મામલે વિધિસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: