• આજે તપાસનો રિપોર્ટ મ્યુન્સિપલ કમિશનરને સોંપાશે
  • ઓરડીઓ બનાવી ભાડે આપવા મુદ્દે સર્વે કરાયો
  • સરકારી જમીન પર ઓરડીઓ બનાવી દેવાઇ હતી

રાજકોટમાં કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન સામે આવતા કૌભાંડી કોર્પોરેટર સસ્પેન્ડ થયા છે. જેમાં ગેરકાયદેસર ઓરડીઓ-મકાન બનાવી ભાડે આપી દીધા હતા. પ્રદ્યુમન પાર્ક નજીક 100 ઓરડીઓ બનાવી દીધી હતી. જેમાં સરકારી જમીન પચાવી કવાભાઈ ધનપતિ બની ગયા હતા. કવાભાઇ ભાજપના નગરસેવક વજીબેનના પતિ છે. તેમાં પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપી દીધી હતી. અનેક ઓરડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા છે. પહેલા જમીન પર ઢોર બાંધી કબ્જો કર્યા બાદ ઓરડીઓ બનાવી હતી.આ સમગ્ર ઘટનાને લઈ મ્યુન્સિપલ કમિશનરને TP શાખા રીપોર્ટ સોપશે અને વધુ ખુલાસાં પણ થઈ શકે છે.

સરકારી જમીન પર ઓરડી બનાવી ભાડે ચડાવી

આ પહેલા મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતર અને તેના પતિ કવા ગોલતરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું હતું. પ્રદ્યુમન પાર્ક નજીક સરકારી જમીન પર કવા ગોલતરે 350 ઓરડીઓ અને એક હોલ બનાવી દીધો હોવાનો આક્ષેપ છે. સરકારી જમીન પર ઓરડીઓ બનાવી ભાડે આપવાનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. આ સરકારી જમીન પર વર્ષોથી કબજો જમાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

કોર્પોરેટરો સસ્પેન્ડ

રાજકોટમાં આવાસના મહાકૌંભાડી બંને મહિલા કોર્પોરેટરો સામેે ભાજપે કાર્યવાહી કરી છે. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નંબર ૬ના દેવુબેન જાદવને સસ્પેન્ડ કરાયા છે. કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ભાજપે પાર્ટીના સભ્યપદેથી 6 વર્ષ માટે બંનેને સસ્પેન્ડ કર્યા છે. પરંતુ કોર્પોરેટર પદે બંને યથાવત રહેશે.

શું કહ્યું હતું મ્યુન્સિપલ કમિશનરે

આ ગેરરીતિ પર રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર આનંદ પટેલે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આ મામલે તપાસ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. ખોટી રીતે સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું હશે તો દૂર કરવામાં આવશે. સ્લમ હોવું અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું હોય તે બન્ને વસ્તું અલગ છે. રાજકોટ શહેરમાં સ્લમ સર્વે મુજબ 135 સ્લમ વિસ્તારો આવેલા છે. સ્લમ રી-ડેવલપમેન્ટ હેઠળ સાચા મકાનો છે તેમને આવાસ આપવામાં આવે છે. તપાસમાં જે કોઈ દોષી હશે તેના પર કડક કાર્યવાહી પણ કરાશે.