- અમદાવાદના મેચ રસિકો માટે સ્પેશયલ ટિકિટ બહાર પાડી
- 24, 31 માર્ચ , 4 એપ્રિલે સવારે 8 વાગ્યાથી મળશે ટિકિટ
- ક્રિકેટ મેચ માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
IPL 2024માં અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચ માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ સ્પેશિયલ પેપર ટિકિટ આપવામાં આવશે. જેમાં IPL મેચને લઇ મેટ્રો વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદના મેચ રસિકો માટે સ્પેશયલ ટીકીટ બહાર પાડી છે. સ્પે.પેપર ટિકિટનો ચાર્જ રૂ.50 જાહેર કર્યો છે.
24, 31 માર્ચ , 4 એપ્રિલે સવારે 8 વાગ્યાથી ટીકીટ મળશે
24, 31 માર્ચ , 4 એપ્રિલે સવારે 8 વાગ્યાથી ટીકીટ મળશે. IPL મેચને ધ્યાને રાખી મેટ્રોના સમયમાં વધારો કરાયો છે. તેમજ મોટેરા સ્ટેડિયમથી સવારે 6થી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સે 12મી માર્ચે તેની પહેલી ત્રણ હોમ મેચીસ માટે ટિકિટોના ઓનલાઇન અને ઓફલાઇન વેચાણની શરૂઆત કરી દીધી છે. ત્રણેય મેચ માટેની ટિકિટ્સ પેટીએમ એપ, પેટીએમ ઇનસાઇડર વેબસાઇટ અને એપ તથા ટાઇટન્સ ફેમ એપ પર મેળવી શકાશે.
આઉટલેટ્સની મુલાકાત લઈને ઓફલાઇન ટિકિટો ખરીદી શકે છે
અમદાવાદમાં ક્રિકેટ રસિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના એન્ટ્રન્સ ખાતે ઊભા કરાયેલા બોક્સ ઓફિસ તથા અન્ય આઉટલેટ્સની મુલાકાત લઈને ઓફલાઇન ટિકિટો ખરીદી શકે છે. ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરાના ચાહકો શહેરોમાં ઊભા કરાયેલા ઓફલાઇન આઉટલેટ્સથી તેમની ફિઝિકલ ટિકિટ્સ ખરીદી અને મેળવી શકે છે. અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેનું પ્રાયમરી આઉટલેટ 12મી માર્ચ, 2024ના રોજ ખૂલી ગયું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ હોવાથી ફ્રેન્ચાઇઝીએ સ્ટેડિયમમાં લાઇવ ગેમનો રોમાંચ માળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સમાવી શકાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
રૂપિયા 6,000થી રૂપિયા 20,000 ચૂકવીને ટિકિટ મેળવી શકશે
સનરાઇઝર્સ અને કિંગ્સ સામેની મેચ માટે જનરલ સ્ટેન્ડની કિંમત પ્રત્યેક રૂપિયા 500થી રૂપિયા 2,000 જેટલી છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સામેના મહામુકાબલા માટે તેની કિંમત રૂપિયા 900થી રૂપિયા 4,000 જેટલી રાખવામાં આવી છે. પ્રિમિયમ સીટિંગ માટે ટિકિટનો ભાવ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ માટે રૂપિયા 10,000થી રૂપિયા 25,000 રાખવામાં આવ્યો છે. આગામી બે મેચ માટે ચાહકો તેના રૂપિયા 6,000થી રૂપિયા 20,000 ચૂકવીને ટિકિટ મેળવી શકશે.









