- આગામી 26મીની ફાઈનલ મેચ પણ વિશાળ સ્ક્રીન પર જોવા મળશે
- એન્ટ્રી માટે રજિસ્ટ્રેશન નથી, સેલ્ફી પોઇન્ટ, ફેસ પેન્ટિંગ પણ નિઃશુલ્ક
- BCCI દ્વારા વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે કરાયું ખાસ આયોજન
વડોદરા શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ પ્રેમીઓ વિશાળ સ્ક્રીન પર IPLની લાઇવ મેચનો રોમાંચ માણી શકે તેવું આયોજન BCCI દ્વારા સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે.
દેશના પસંદગીના 50 શહેરમાં BCCI IPLની લાઇવ મેચના ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતના ત્રણ શહેરની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટ અને નડિયાદ બાદ હવે BCCIએ વડોદરામાં પણ ખાસ ક્રિકેટ પ્રેમીઓ માટે ફન પાર્કનું આયોજન કર્યું છે. પોલો ગ્રાઉન્ડમાં આવતીકાલની IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલસની મેચ અને તા.26ની ફાઈનલ મેચ વિશાળ સ્ક્રીન પર જોઇ શકાય ઉપરાંત બાળકો માટે રમત-ગમતની પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકશે.











