સુરતમાં મહિલા પોલીસના પતિએ વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કર્યાનો મામલો સામે આવ્યો છે. IPS અધિકારીના પતિએ પત્નીના હોદ્દાનો દુરુપયોગ કરી સુરતના વેપારીને સસ્તા ભાવે ફલેટ આપવાની લાલચ આપી 3 કરોડ ખંખેરી લીધા. ભોગ બનનારે ફરિયાદ કરતાં પોલીસ અધિકારીના પતિની ધરપકડ કરવામાં આવી.
IPSના પતિએ સુરતના વેપારી સાથે કરી છેતરપિંડી
પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ બેડામાં ફરજ બજાવતા મહિલા IPS અધિકારીના પતિએ સુરતના વેપારીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો. આરોપી પુરુષોત્તમ ચૌહાણ મહારાષ્ટ્ર કેડરના IPS અધિકારી રશ્મિ કરંદીકરનો પતિ છે. પુરુષોત્તમે વેપારીને પોતાની ઓળખ આપતા કહ્યું કે હું મુંબઈના મંત્રાલયમાં કામ કરું છું. મારી ઉપર સુધી પંહોચ છે એટલે હું તમને સરકારી ક્વાટોના ફલેટ ભાવે અપાવી દઈશ. કાપડ વેપારીને IPSના પતિએ સસ્તા ફલેટની લાલચ આપી. પુરુષોત્તમની પત્ની IPS હોવાથી વેપારીએ તેમની તમામ વાત પર વિશ્વાસ કર્યો.
લોભામણી લાલચમાં ફસાયો વેપારી
સુરતનો કાપડના વેપારીએ IPS અધિકારી રશ્મિ કરંદીકરના પતિની લોભામણી લાલચમાં ફસાયો અને કરોડો રૂપિયા આપ્યા. પરંતુ રૂપિયા આપ્યા બાદ પણ લાંબા સમય સુધી કામ ના થતાં કાપડના વેપારીને છેતરપિંડી થયાનું માલૂમ પડતા ફરિયાદ નોંધાવી. ફરિયાદ પોલીસે આરોપીની ધરપકડ કરતાં IPS અધિકારી પતિ હાલ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. આરોપી પુરુષોત્તમ સામે કરોડોના IT રિફંડકાંડમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. 263 કરોડના IT રિફંડકાંડમાં EDએ પણ પુરુષોત્તમની ધરપકડ કરી હતી. ટ્રાંસફર વોરન્ટ મળ્યા બાદ પુરોશત્તમને સુરત લાવવામાં આવશે. સુરત ECO સેલે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.