- ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે દાયકાઓ જૂનો લોહિયાળ સંઘર્ષ
- બાબા વેંગાએ 'મોટા મુસ્લિમ યુદ્ધ' વિશે કરી હતી આગાહી
- વર્લ્ડ ટ્રે઼ડ સેન્ટર પર હુમલાની આગાહી સાચી ઠરી હતી
ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગંભીર યુદ્ધ આકાર લઈ રહ્યું છે. શનિવારનાં રોજ હમાસે ઈઝરાયેલ પર સૌથી ભયાનક હુમલો કર્યો હતો. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેના પ્રતિકાર સ્વરૂપે ઇઝરાયેલ દ્વારા મોટા પાયે હુમલાઓ ચાલુ છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર અન્ય ઘણી જગ્યાએથી પણ હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન બાબા વેંગાની એક ચિંતાજનક ભવિષ્યવાણી સાચી પડતી દેખાઈ રહી છે.
બાબા વેંગા
હાલમાં આખી દુનિયાની નજર ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ પર છે. આ સંઘર્ષની વચ્ચે બાબા વેંગાની એક ભવિષ્યવાણી પણ સામે આવી છે જેમણે એક મોટા મુસ્લિમ યુદ્ધની વાત કરી હતી.
ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ
ઇઝરાયેલ અને હમાસ 2007થી એકબીજાને લઈને આક્રમક વલણ દાખવી રહ્યા છે. હમાસના હુમલા બાદ બાબા વેંગાના યુદ્ધ સાથે જોડાયેલા શબ્દો કાનમાં ગુંજી રહ્યા છે. ઇઝરાયેલ એ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઘણી સમાનતા ધરાવે છે. આ કારણોસર બલ્ગેરિયન રહસ્યવાદી વાંગેલિયા પાંડેવા દિમિત્રોવાની આગાહી વધુ મજબૂત બને છે. બાબા વેંગા તરીકે જાણીતા આ મિસ્ટિકે એક મોટા મુસ્લિમ યુદ્ધની આગાહી કરી હતી. 1996માં તેમનું અવસાન થયું પરંતુ ત્યારથી તેમની ભવિષ્યવાણી લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. તેમણે અગાઉ ગ્લોબલ વોર્મિંગ અને 2004 ની સુનામીની આગાહી કરી હતી.
9/11ની પણ કરી હતી આગાહી
કેટલાક લોકો કહે છે કે તેમણે 9/11ની આગાહી કરી હતી. વેંગાએ કહ્યું હતું કે 'ભયાનક, ભયાનક! સ્ટીલના પક્ષીઓ દ્વારા હુમલો કરાયા પછી અમેરિકનો પડી જશે. ઝાડીમાં વરુઓ રડશે અને નિર્દોષોનું લોહી વહી જશે. 'મોટા મુસ્લિમ યુદ્ધ' વિશેની તેમની આગાહી પ્રચલિત છે. તેમણે કહ્યું હતું કે યુરોપ પર હુમલો કરવામાં આવશે. વર્ષ 2043 સુધીમાં મુસ્લિમ ખિલાફતની સ્થાપના કરવામાં આવશે. વેંગાની આગાહીઓ ચર્ચામાં રહે છે. કેટલાક લોકોએ એવો દાવો પણ કર્યો છે કે વેંગાએ એવી ઘણી વાતો કહી છે જે કહી શકાય તેમ નથી.
ઈઝરાયેલે ગાઝા પર ફરી મેળવ્યું નિયંત્રણ
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે ગાઝા સાથેની સરહદ પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. આઈડીએફના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચટે જણાવ્યું હતું કે "અમે દક્ષિણ સરહદ પર સંપૂર્ણ નિયંત્રણ પુનઃસ્થાપિત કર્યું છે." અમને આશા છે કે તે આગામી થોડા કલાકોમાં પૂર્ણ થઈ જશે. ઇઝરાયેલી દળોએ સરહદની આસપાસના વસતા લોકોને સુરક્ષિત કર્યા છે અને વિસ્તારને ખાલી કરાવવાનું લગભગ પૂર્ણ કરી લીધું છે, હેચટે જણાવ્યું હતું કે સાદ અને કિસુફિમ વિસ્તારમાં રાતોરાત બે ગોળીબાર થયા હતા. સોમવારે IDF એ કહ્યું કે સેનાએ દક્ષિણ ઇઝરાયેલમાં તમામ વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.