• શુક્રવારે ઈસરોના પ્રયાસ છતાં કોઈ સંકેત મળ્યા નહીં

  • ચંદ્ર પર સૂર્યોદય થઈ ગયો પણ હજુ રોવર-લેન્ડરને જરૂરી ઊર્જા મળતી નથી
  • આવતીકાલે શનિવારે સવારે ફરી પ્રયાસ કરવામાં આવ

ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થયેલા ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને વિક્રમ લેન્ડરને જગાડવાના ઈસરોના પ્રયાસ આજે સફળ રહ્યા હતા. જેથી આવતીકાલે શનિવારે સવારે ફરી પ્રયાસ કરવામાં આવશે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે અગાઉ અમે પ્લાન કર્યો હતો કે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને 22મી સપ્ટેમ્બરે સાંજે પુનઃ સક્રિય કરીએ પણ કેટલાક કારણોસર એ શક્ય નહોતું બન્યું. હવે અમે આવતીકાલ તા.23ના રોજ સવારે પ્રયાસ કરીશું. ઈસરોએ ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટના રોજ સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું હતું. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે રોવર અને 4 સપ્ટેમ્બરે લેન્ડર સ્લિપ મોડમાં મુકાયું હતું. ચંદ્ર પર સૂર્યોદય થઈ ગયો છે પરંતુ રોવર અને લેન્ડરને જરૂરી ઊર્જા હજુ મળતી નથી. ઈસરો દ્વારા આજે રોવર અને લેન્ડરને પુનઃ સક્રિય કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ સંકેત મળ્યો નહોતો. ઈસરોના આયોજન મુજબ પ્રજ્ઞાન રોવરે 300 થી 350 મીટર ચાલવાનું હતું પરંતુ કેટલાક કારણોસર આ શક્ય બન્યું નહોતું અને રોવર માત્ર 105 મીટર જ ચાલ્યું હતું. હવે જો આવતીકાલે ઈસરો રોવર અને લેન્ડરને પુનઃ સક્રિય કરી શકશે તો આ પણ એક નવી સિદ્વિ જ ગણાશે. કેમ કે આટલી કાતિલ ઠંડીમાં રોવર અને લેન્ડરની સરકીટને નુકસાન થયું હોવાની પણ શક્યતા છે.


  • Follow us on: