- નાની વયે હાર્ટ એટેક અંગે આનંદીબેન પટેલનું નિવેદન
- કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી
- ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી
હાલ રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં નવરાત્રી દરમિયાન પણ લોકોમાં સતત હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે ત્યારે પાટણના ખોડલધામ ભૂમિપૂજન માટે ઉપસ્થિત રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના નિવેદન કરતાં હાર્ટ અટેકની ઘટનાઓનો કહ્યું કે, કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે.
આઠમના દિવસે પાટણમાં ખોડલધામ ભૂમિ પૂજનના અવસરે ઉપસ્થિત પૂર્ણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દેશમાં વધી રહેલા હાર્ટ અટેકના કિસ્સાના અંગે જણાવ્યું કે, દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે.
આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી તેના પર પણ એનાલિસિસ થવું જોઇએ.
કાગવડ ખોડલધામ નિર્માણ બાદ ગુજરાતના ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે 50 વીઘા જમીનમાં અંદાજિત રૂપિયા 100 કરોડના નવનિર્માણ પામનાર ખોડલધામનું ભૂમિપૂજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









