- આગામી દિવસોમાં 15 હજાર લોકોને નોટિસ ફટકારવામાં આવે તેવી શક્યતા
- દાનની રકમ સાબિત કરવામાં નિષ્ફળ જશે તો 200 ટકા દંડ ભરવો પડશે
- કરદાતાઓ સાબિત દાનની રકમ કરવામાં નિષ્ફ્ળ જાય તો 83 ટકા સુધીની કર અને દંડ
વર્ષ 2018-19માં બોગસ રાજકીય પક્ષોને આપેલા દાન અંગે આવકવેરા (I-T) વિભાગે માર્ચના છેલ્લા સપ્તાહમાં લગભગ 3,500 કરદાતાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે. રાજકીય પક્ષોને આપેલા દાન સાબિત કરવામાં કરદાતા નિષ્ફળ જાય તો 200 ટકા સુધીનો દંડ આવકવેરા વિભાગ લાદી શકે છે. નિષ્ણાતો કહે છે કે, જો આવા કરદાતાઓ સાબિત દાનની રકમ કરવામાં નિષ્ફ્ળ જાય તો 83 ટકા સુધીની કર અને દંડ ચૂકવવો પડશે.
આઇટી વિભાગે જુલાઈમાં દેશવ્યાપી શોધમાં વિવિધ નોંધાયેલ અપ્રમાણિત રાજકીય પક્ષો (RUPP), જેઓ કોઈપણ ચૂંટણી પ્રવૃત્તિમાં સામેલ નહોતા, પરંતુ માત્ર આ હેતુ માટે રચાયા હતા આવા બોગસ ડોનેશનના આશરે 3,500 લાભાર્થીઓને માર્ચના છેલ્લા સપ્તાહમાં આઈટી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને 15,000 વધુ નોટિસ આપવામાં આવનાર છે. આ નોટિસો નાણાકીય વર્ષ 2019-20 અને નાણાકીય વર્ષ 2021-22 માટે જારી કરવામાં આવી શકે છે.
