• દરોડા દરમિયાન 3 બેગ ભરીને દસ્તાવેજ કબજે
  • પાનોલી ઇન્ડસ્ટ્રીની ઓફીસમાં વાર્ષિક હિસાબોની તપાસ
  • સ્ટાફને બહાર મોકલી IT વિભાગનું સર્ચ ઓપરેશન


વડોદરા શહેરમાં 7 સ્થળોએ ITના દરોડા પડ્યા છે. જેમાં ગોત્રીની કચ્છ ઇન્ડસ્ટ્રીમાં ITના દરોડા પડ્યા છે. તેમાં દરોડા દરમિયાન 3 બેગ ભરીને દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે. ગોરવાની પ્રકાશ કેમિકલની ઓફીસમાં પણ ITના દરોડા પડ્યા છે.

[[$googlead]]


[[$alsoread]]

દરોડા દરમિયાન 3 બેગ ભરીને દસ્તાવેજ કબજે

પાનોલી ઇન્ડસ્ટ્રીની ઓફીસમાં વાર્ષિક હિસાબોની તપાસ થઇ રહી છે. તેમજ સ્ટાફને બહાર મોકલી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તથા નંદેસરી જીઆઇડીસીમાં તમામ કંપનીઓ આવેલી છે. પોલીસ બંદોબસ્ત સાથે આઇટીની ટિમ પહોંચી છે. વડોદરામાં કેમિકલ કંપનીઓમાં ITના દરોડા પડતા અન્ય કંપની માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કેટલાક વેપારીઓ કરચોરી કરતા આવકવેરાના રડાર પર

કેટલાક વેપારીઓ કરચોરી કરતા આવકવેરાના રડાર પર આવ્યા હતા. જે બાદ આવકવેરા વિભાગે અહીં દરોડા પાડ્યા છે. તેમજ દરોડા બાદ જ ખબર પડશે કે કેટલા બેનામી ટ્રાન્ઝેક્શન છે અને કેટલા ગેરકાયદે દસ્તાવેજો છે. કંપનીએ કેવા પ્રકારના વ્યવહારો કર્યા છે. આ તમામ બાબતોની માહિતી એક-બે દિવસમાં મળી જશે. જો કે હાલમાં આઇટી વિભાગ તમામ સ્થળોએ ચેકિંગ કરી રહ્યું છે.

  • Follow us on: