- 8 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ
- સુરતના માંડવીમાં 2.5 ઈંચ, કરજણમાં 2 ઈંચ
- ડભોઈમાં 1.5 ઈંચ, ગણદેવી અને ખેરગામમાં 1.2 ઈંચ
8 વાગ્યા સુધી ગુજરાત રાજ્યના 30 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના માંડવીમાં 2.5 ઈંચ, કરજણમાં 2 ઈંચ સાથે ડભોઈમાં 1.5 ઈંચ, ગણદેવી અને ખેરગામમાં 1.2 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ છોટા ઉદેપુરના સંખેડા અને નસવાડીમાં પણ વરસાદ પડ્યો છે.
24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ ખાબક્યો
24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ચિખલીમાં 5 ઈંચ વરસાદ સાથે ગણદેવી અને અમરેલીમાં 3.6 ઈંચ વરસાદ તથા ખેરગામ, નવસારી અને ઉમરપાડામાં 3 ઈંચ તેમજ ડોલવણ, કુકરમુંડા અને ઉમરગામમાં 2.4 ઈંચ અને તિલકવાડા અને વલસાડમાં 2 ઈંચ વરસાદ આવ્યો છે. કચ્છમાં આ વર્ષે મેઘરાજાની સર્વાધિક કૃપા વરસી છે. રાજ્યમાં સર્વાધિક સારૂ ચોમાસુ અંજારમાં રહ્યું છે જ્યાં આજ સુધીમાં 191 ટકા વરસાદ એટલે કે સોળ આની નહીં પણ ત્રીસ આની વરસી ગયો છે. ઉપરાંત અબડાસા, ભૂજ, મુંદ્રા, તાલુકામાં પણ 100થી 150 ટકા વરસાદ વરસી ગયો છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં માત્ર 14 ટકા વરસાદ
સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લાના ભેંસાણ, મેંદરડા અને વિસાવદર તાલુકા, રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને ઉપલેટા તાલુકા તથા જામનગર જિ.ના જામનગર તાલુકા સહિત 6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ ભાવનગરના જેસર તાલુકામાં માત્ર 30 ટકા થયો છે. પરંતુ, બીજી તરફ રાજ્યના એવા તાલુકા છે જ્યાં આ ચોમાસુ ઘણુ નબળુ રહ્યું છે. આજ સુધીમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં માત્ર 14 ટકા વરસાદ જ થયો છે.
ગુજરાતમાં સરેરાશ 17 ઈંચ (418 મિ.મિ.) વરસાદ થયો
ગુજરાતમાં સરેરાશ 17 ઈંચ (418 મિ.મિ.) વરસાદ થયો છે અને આટલો જ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતનો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશ 19 ઈંચ અને આશ્ચર્યજનક રીતે કચ્છમાં સરેરાશ 21 ઈંચ વરસાદ આજ સુધીમાં વરસ્યો છે. પરંતુ, અનેક જિલ્લામાં 12 ઈંચથી ઓછો વરસાદ છે જેમાં અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ વગેરે જિલ્લા સમાવિષ્ટ છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ચીખલીમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ ગણદેવીમાં પોણા 4 ઈંચ, ખેરગામમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણમાં પોણા 3 ઈંચ, કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ 2 ઈંચ, નવસારીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. નસવાડી, લીમખેડા, ગરૂડેશ્વર, વલસાડમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. જોકે રાજ્યમાં દિવસ દરમિયાન 21 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 8 તાલુકાઓમાં 2 કે તેથી વધુ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ નવસારી જિલ્લાના ચીખલીમાં નોંધાયો છે. ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ અને ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં પણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે









