- પોલીસ કમિશ્નરે કર્યો સસ્પેન્સનનો આદેશ
- સોશિયલ મીડીયા પર થયેલી બોલાચાલી બાદ લેવાયો નિર્ણય
- ઝોન 1 DCPએ તપાસ બાદ આપ્યો રિપોર્ટ
રાજ્યના પોલીસ ખાતામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉચ્ચ અધિકારી સાથે અયોગ્ય વર્તન કરવા બદલ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી.રાજવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસીપી સાથે કરેલા ગેરવર્તનને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નરે તેની નોંધ લઈ પીઆઇને સસ્પેન્ડ કર્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, ઝોન 7 મીડિયા એન્ડ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં વેજલપુર પીઆઈએ એક મેસેજ કર્યો હતો. વોટસએપ ગ્રુપમાં એસીપી અને પીઆઇ વચ્ચે થયેલી ચેટિંગ દરમિયાન તેમની પર આરોપ ગેરવર્તનનો લાગ્યો હતો. પોલીસ કમિશનરે અનડીસીપ્લિન હોવાના કારણે સસ્પેન્ડ કરી દીધા છે.
વોટ્સએપ ગ્રુપમાં વેજલપુર પીઆઈ કે બી રાજવીએ એક ચર્ચાની અંતમાં Broass Love you all મેસેજ કર્યો હતો. આથી એમ ડિવિઝન એસપી એસડી પટેલે વેજલપુર પીઆઈ રાજવીના મેસેજને ટાંકીને વળતો જવાબમાં Don’t put rubbish msg etc લખ્યું હતું. જે બાદ વેજલપુર પીઆઈ કે બી રાજવી rubbish અંગે અવાર નવાર મેસેજ કરીને એસપીને પૂછતા હતા.
કંટાળીને એસપી એસ.ડી.પટેલે બે હાથ જોડેલું ઈમોજી ગ્રુપમાં મોકલ્યું હતું. આખરે પીઆઈએ એસપીને મેસેજને ટાંકીને u r rubiisss mr.patel એવો જવાબ આપ્યો હતો. જે બાદ આ વિવાદ વકરે નહીં તે માટે વેજલપુરને તાત્કાલિક ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. વેજલપુર પીઆઈ કે બી રાજવીના આવા વર્તન બદલ આજે પોલીસ કમિશ્નરે તેમને સસ્પેન્ડ કર્યા હતા.









