- આણંદ LCBએ 9 ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો
- એલસીબી પોલીસે આણંદ નવા બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ને ઝડપી પાડયો
- આરોપી એ બોરસદ તાલુકાના રૂદેલ ગામે મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી
આણંદ તથા તાપી જિલ્લામાં લૂંટ, ઘરફોડ ચોરીના નવ ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીને આણંદ એલસીબી પોલીસે આણંદ નવા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયો. મળતી માહિતી મુજબ આણંદ એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે, લૂંટ અને ઘરફોડ ચોરીનો નાસતો ફરતો શખ્સ નવા બસ સ્ટેન્ડ પાસે આવનાર છે જેથી પોલીસે માહિતીના આધારે વોચ ગોઠવી દીધી હતી અને તેને ઝડપી પાડીને તેનું નામઠામ પૂછતાં મુજભાઈ ઉર્ફે મોજી મકનાભાઈ મંડોળ (રહે. ચીલકોટા, તા. લીમખેડા, જિ. દાહોદ)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેના સાથીદાર હીમ્પીંગ ઉર્ફે કટલા સાથે બોરસદ તાલુકાના રૂદેલ ગામે મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમાં મુજભાઈ ઉર્ફે મોજી તે ગુનામાં નાસતો ફરતો હતો. આણંદ એલસીબી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ભાલેજ, ખંભોળજ, પેટલાદ રૂરલ, સોજીત્રા તેમજ બોરસદ અને તાપી જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ લૂંટ કરીને નાસતો-ફરતો હતો. અગાઉ પણ મુજ ઉર્ફે મોજી જામનગર, ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં આરોપી પકડાયેલ છે










