વકફ બોર્ડને લઈને જગદગુરુ શંકરાચાર્યનું નિવેદન સામે આવ્યું છે,જેમાં તેમનું કહેવું છે કે,વક્ફ બોર્ડ હોવું જ ના જોઇએ,પાકિસ્તાનમાં હિંદુઓની સંપત્તિ હિંદુઓને મળી નથી તેમજ સંવિધાનમાં વક્ફ બોર્ડની કોઇ જોગવાઇ નથી,વિશ્વના કયા મુસ્લિમ દેશમાં વક્ફ બોર્ડ છે ? 70 વર્ષમાં મુસ્લિમોની ભલાઇ માટે વક્ફ બોર્ડે શું કર્યું,શરિયતથી નહીં સંવિધાનથી દેશ ચાલશે,સનાતન બોર્ડ બનાવી સરકાર હસ્તકના મંદિરો પરત લેવાશે.સદાનંદ સરસ્વતીએ ખેડાના માતરમાં આપ્યું નિવેદન.
ભાજપ વક્ફ મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવશે
20 એપ્રિલથી ભાજપ વકફ મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવશે,બિલ મુસ્લિમોના હિતમાં છે તે સમજાવવા પ્રયાસ કરવામાં આવશે અને અભિયાન અંતર્ગત દિલ્હીમાં ભાજપની બેઠક મળશે અને આ બેઠકમાં અધિકારીઓ, પ્રદેશ પ્રમુખ હાજર રહેશે.
વક્ફ એક્ટ વિરુદ્ધની અરજીઓ પર 16 એપ્રિલે સુનાવણી
વક્ફ એક્ટ વિરુદ્ધની અરજીઓ પર 16 એપ્રિલે સુનાવણી કરવામાં આવશે જેમાં સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચ કરશે સુનાવણી અને ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ કરશે સુનાવણી સાથે સાથે જસ્ટિસ સંજયકુમાર બેન્ચમાં હશે સામેલ અને જસ્ટિસ કેવી વિશ્વનાથન પણ બેન્ચમાં હશે સામેલ.
બિલને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી
રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બન્ને ગૃહમાં બિલ પસાર કરવામાં આવ્યું હતુ અને મંત્રી કિરેન રિજિજૂએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું અને આશરે 12-12 કલાક લાંબી ચર્ચા ગૃહમાં ચાલી હતી અને લોકસભામાં 288એ વિધેયકના પક્ષમાં મત આપ્યા હતા,232 સાંસદોએ બિલના વિરોધમાં મત આપ્યા હતા અને રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા હતા સાથે સાથે રાજ્યસભામાં બિલની વિરુદ્ધ 95 મત પડ્યા હતા અને
બિલ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલ્યું હતું તો મંજૂરી મળતા વક્ફ સંશોધન બિલ બન્યું કાયદો.









