આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથની જળયાત્રા નીજમંદિરથી નીકળીને ભૂદરના આરે પહોંચી હતી. જ્યાં મહંત દિલિપદાસજી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાબરમતીના ભૂદરના આરે ગંગાપુજન કરવામાં આવશે. જેમાં સાબરમતી નદીમાંથી જળ લઇ તેને ગંગા જળ સાથે મેળવી ગંગાપજૂન કરવામાં આવશે.


[[$googlead]]

ભગવાન જગન્નાથની રથયાત્રાનાં 15 દિવસ પહેલા ભગવાનની જળયાત્રા કાઢવામાં આવે છે. જેમાં સાબરમતીના ભૂદરના આરે ગંગાપુજન બાદ એ જળ 108 કળશમાં જળ ભરીને નિજ મંદિર પરત લાવવામાં આવશે. એ જ જળથી ભગવાન જગન્નાથનો જયેષ્ઠાભિષેક કરવામાં આવશે. રથયાત્રા પહેલા 15 દિવસ સુધી ભગવાન જગન્નાથ મોસાળમાં જતાં મંદિરમાં 15 દિવસ સુધી વિગ્રહ રહેશે. સરસપુર ખાતે મોસાળવાસીઓ ભગવાન જગન્નાથનું સ્વાગત કરશે. 


[[$alsoread]]

  • Follow us on: