ભગવાન જગન્નાથની રથયાત્રાને બસ હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથના સોનાવેશ દર્શન કરવામાં આવે છે. આજે વાજતે ગાજતે સોનાવેશના આભૂષણની પૂજનવિધિ કરવામાં આવશે . જેને લઈને કાશી મથુરા વૃંદાવન સહિતથી અનેક સંતોનું આગમન થઇ ચૂક્યું છે. સોનાવેશના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
સોનાવેશ દર્શન માટે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. સાથે જ શંકર ચૌધરી સહિતના આગેવાનો પણ હાજર રહેશે. આ ઉપરાંત BCCI સેક્રેટરી જય શાહ પણ હાજર રહેશે. કોંગ્રેસના આગેવાનોને પણ રથ પૂજા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.મંદિરમાં ગજરાજ પૂજનમાં જય શાહ હાજર રહેશે. જેને લઈને દિવસભર પોલીસનો મંદિરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.









