• થોડા દિવસો જય-વીરૂની જોડી સાસણમાં જ વસવાટ કરશે
  • સાંસદ પરિમલ નથવાણીએ આ વિડીયો શેર કર્યો હતો
  • અગાઉ ધરમ વીરુ અને ભુરીયા બ્રધર્સની જોડી પ્રખ્યાત હતી

તાજેતરમાં એક માસ પહેલા જ મેંદરડાના કેનેડીપુર તરફથી સાસણમાં સફારી રૂટ ઉપર ખડકબારી તરફ વસવાટ કરેલા બે ડાલામથ્થા સિંહો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, આ ફોટો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારે પાડ્યો છે, તેમણે જણાવ્યું કે, હાલ બંને સિંહો રૂટ ઉપર જોવા મળે છે, થોડા સમયમાં આ બંને સિંહો અહી જ વસવાટ કરશે તો ટૂંક સમયમાં આ વિસ્તારના કિંગ બની જશે અને પ્રવાસીઓઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે. તો બીજી તરફ આ સિંહોનો વિડીયો પણ સાંસદ અને સિંહ પ્રેમી એવા પરિમલ નથવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો હતો અને લખ્યું હતું કે, મળો ગીર ફોરેસ્ટના નવા સિંહ જય અને વીરુ ને. અગાઉ ધરમ વીરુ અને ભુરીયા બ્રધર્સ તરીકે સિંહોની જોડી પ્રખ્યાત હતી.


[[$googlead]]

[[$alsoread]]
  • Follow us on: