• રિમાન્ડ પૂર્ણ થતા જયસૂખ પટેલને કોર્ટમાં રજૂ કર્યો
  • પોલીસે જયસુખ પટેલના વધુ રિમાન્ડ ન માગ્યા
  • જયસુખ પટેલને જેલ હવાલે કરવા કોર્ટે આદેશ આપ્યો

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં આજે કેસના મુખ્ય આરોપી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ પુરા થતા જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે જયસુખના વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે જયસુખ પટેલને જેલ હવાલે કરવાના આદેશ આપ્યા હતા.

જાણો સમગ્ર ઘટના:

મોરબીમાં ગતવર્ષે દિવાળીની રજાઓમાં પ્રખ્યાત ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. જે બાદ આ બ્રીજનું સમારકામ કરનાર ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જયસુખ પટેલ ઘણા દિવસોથી ફરાર હતો પરંતુ ગઈ કાલે તેણે મોરબી કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે ધરપકડ પહેલા મોરબી સેશન્સ કોર્ટ ખાતે આગોતરા જામીન મેળવવા માટે પણ અરજી કરી હતી. જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

આવતા દિવસોમાં ચાર્જશીટ રજૂ થવાની શક્યતા

આ પ્રકરણમાં હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેના પગલે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ ગણતરીના દિવસોમાં કોર્ટના સમગ્ર ઘટનાક્રમ સાથે ચાર્જશીટ દાખલ કરવાની છે.


  • Follow us on: