- એક સમયે બિગબુલ હર્ષદ મહેતાનો પણ બોસ ગણાતો
- નિરંજનને પકડીને નલિયાની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- અગાવ પણ હવાલા, બોગ પાસપોર્ટ અને ડ્રગ્સની હેરાફેરી સહિતના અનેક કેસ નોંધાયેલા
વર્ષ 2021માં જખૌ પાસેથી પકડાયેલા 150 કરોડના હેરોઇનના કેસમાં ડ્રગ્સ મંગાવનાર તરીકે નિરંજન શાહ નામના આરોપીનું નામ ખૂલતા એટીએસ દ્વારા પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવાયો હતો. એટીએસે નિરંજનને પકડીને નલિયાની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે આવતીકાલ તા.26 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતાં તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઇના જુહુ વિસ્તારમાં રહેતા નિરંજન જયંતીલાલ શાહ (ઉ.વ.68)ને બિગબુલ હર્ષદ મહેતાનો પણ એક સમયે બોસ કહેવામાં આવતો હતો. નિરંજન સામે હવાલા, બોગ પાસપોર્ટ અને ડ્રગ્સની હેરાફેરી કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત યુએસએ તથા ટોરેન્ટોમાં પણ અગાઉ તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઇ હતી.










