જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં બે સગીર સગી બહેનોના અપહરણ કરતા બે વિધર્મીઓની પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે.


[[$googlead]]


મુસ્લિમ યુવાનોએ પોતાની ઓળખાણ હિન્દુ તરીકેની આપીને બે હિન્દુ સગીર બેહનોને પ્રેમજાળમા ફસાવી હતી. જંબુસરના સન્યાનાવડ વિસ્તારના બે વિધર્મીઓએ બે સગી બેહનોને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મુસ્લિમ હોવા છતાંય પોતાના ધર્મની ખોટી જાણ બતાવી હિન્દુ સગીર બાળકીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ કર્યું હતું. શાહરૂખ અયુબ પઠાણ ઉર્ફે કિશન તેમજ સાજીદ શબ્બીર પટેલ ઉર્ફે સુનિલ બની સગીર બાળકોને પ્રેમ જાળમાં ફસાવી હતી. સમગ્ર ઘટનાનો ગુનો કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ હરકતમાં આવતા ગણતરીના જ કલાકમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

[[$alsoread]]

સગીરાઓ સૌરાષ્ટ્રમાંથી સલામત મળી આવી

એક આરોપી એક વર્ષથી પોતાનો ધર્મ છુપાવી સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અવારનવાર દુષ્કર્મ કર્યો. જ્યારે અન્ય એક આરોપી છેલ્લા આઠ દિવસથી પોતાનો ધર્મ છુપાવી સગીરાની બીજી બહેનને પ્રેમ જાળમાં ફસાવી હતી.


  • Follow us on: