જંબુસર એપીએમસીના ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરીએ જંબુસર તાલુકાના ખેડૂતોની ચિંતા કરી રાજ્ય સરકારમાં તુવેર ખરીદી સેન્ટર શરૂ કરવા સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. જેના ફ્ળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા જંબુસર તાલુકાના ધરતીપુત્રોની તુવેર ખરીદી કરવા એપીએમસીમાં ઇન્ડી એગ્રો એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી.


જે અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે તા.15 એપ્રિલથી તા.15 મે સુધીમાં જંબુસર તાલુકાના 1017 ખેડૂતો ની મળી કુલ 27209 ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવી હતી. જેના પગલે ધરતીપુત્રોમાં આનંદની લહેર જોવા મળી હતી. એક માસ દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાયેલ તુવેરની 70 ટકા જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવેલ છે. 30 ટકા જેટલા ખેડૂતોને રકમ ચૂકવવાની બાકી હોઈ જે સત્વરે ખેડૂતોને બાકી રકમ ચૂકવવામાં આવશે. આ સહિત આગામી તા.1 જુનથી જંબુસર તાલુકાના ધરતીપુત્રોના મગની ટેકા ના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.


  • Follow us on: